મોરબી : મોદી ફરીથી જીતતા યુવાને દંડવત યાત્રાની માનતા પુરી કરી

- text


મોરબી : માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે રહેતા યુવાને લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરી વડાપ્રધાન બને અને વિનોદભાઈ ચાવડા બહુમતીથી ચૂંટાઈ આવે તે માટે 3 કિમીની દંડવત યાત્રા કરવાની માનતા રાખી હતી.જેમાં તેમની આ મનોકામના આખરે ફળીભૂત થતા તેમને 3 કિમીની દંડવત યાત્રા કરીના માતાજીના તાવાનો ગામમાં વહેંચીને માનતા પૂર્ણ કરી હતી. માળીયા તાલુકાના ક્રિષ્નાનગર ગામે રહેતા દિલીપભાઈ કાંજીયાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ભાજપ સરકાર પર અતૂટ વિશ્વાસ છે. મોદીના વડપણ હેઠળ ભાજપ સરકાર વિકાસના કામો કરીને દેશમાં સુશાંશન લાવવા સક્રિય હોવાનું દ્રઢપણે માનતા દિલપભાઈએ દેશના હિતમાં થોડા સમય પહેલા યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ફરી મોદી વડાપ્રધાન પડે આરૂઢ થાય અને કચ્છ બેઠક પર વિનોદભાઈ ચાવડાનો બહુમતીથી વિજય થાય તે માટે 3 કિમીની દળવત યાત્રા કરવાની માનતા માની હતી.ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારની બહુમતી જીત થઈ છે અને મોદી ફરી વડાપ્રધાન પદે આરૂઢ થયા છે.તેમજ વિનોદભાઈ ચાવડાની બહુમતી જીત થઈ છે.આથી પોતાની મનોકામના ફળીભૂત થઈ હોવાનું માનીને દિલીપભાઈ કાજીયાએ 3 કિમીની દંડવત યાત્રા કરીને માતાના દરબારમાં પહોંચીને પોતાની માનતા ઉતારી હતી.તેમજ માતાજીનો તાવો પ્રસાદ ગામમાં વહેંચીને તેમણે માતાજી પાસે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ કાર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text