- text
મોરબી : ઔદ્યોગિક હબ ગણાતા મોરબીમાં વિકાસની સાથો સાથ વિનાશ નોતરે એવું પ્રદુષણ પણ ભારે માત્રામાં ફેલાઈ રહ્યું છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ આ અંગે સમયાંતરે પગલાં ભરતું ન હોવાથી અમુક કારખાનાઓ પ્રદુષણના નિયમોનો છડેચોક ઉલાળીયો કરતા હોવાથી સ્થાનિકોની સમસ્યા વધી છે. આવો જ એક બનાવ મોરબીના કાલીકાનગર ગ્રામપંચાયત દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે.
કાલીકાનગર ગામ નજીક આવેલા સ્ટોન પ્રોડક્ટ યુનિટ દ્વારા ગામની આજુબાજુના વિસ્તારમાં કારખાનાનો વેસ્ટ કચરો ઠાલવવામાં આવે છે. વળી ક્રશર યુનિટ દ્વારા વાતાવરણમાં સતત ડસ્ટ ઊડતી રહે છે. આથી ગામની ફળદ્રુપ જમીન રસક્સ વગરની થઈ રહી છે. વાતાવરણમાં ઊડતી ડસ્ટને કારણે શ્વાસ સંબંધિત બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. કારખાના દ્વારા પ્રદુષણને અટકાવવાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી આથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામના સરપંચ પ્રાણજીવનભાઈએ આ અંગે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મોરબીને રજુઆત કરતા જણાવ્યું છે કે આ અંગે ત્વરિત પગલાં લઇ ગંભીર સમસ્યાનું સમાધાન કરવામાં આવે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text