- text
બે દિવસીય આયોજન દરમ્યાન મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી સહિતના કાર્યક્રમોમાં ભાવિકોને જાહેર આમંત્રણ
મોરબી : ગોર ખીજડિયા ગામે અષાઢી બીજના મંગળ દિવસે રામદેવજી મહારાજના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બે દિવસીય ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બે દિવસો દરમ્યાન મહાપ્રસાદ સહિતના તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી ભાવિકજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શ્રી બાબા રામદેવ યુવક મંડળ તથા સમસ્ત ગોર ખીજડિયા ગામના યજમાન પદે તારીખ 03/07/2019 અને 04/07/2019 દરમ્યાન ગામમાં આવેલ શ્રી રામદેવજી મહારાજના મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. ઘુંટુ વાળા શાસ્ત્રી ચંદ્રકાંત વેણીલાલ પંડ્યાના આચાર્ય પદે યોજાનાર આ પ્રસંગમાં ગણપતિજી, હનુમાનજી તેમજ શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પણ સ્થાપના થનાર છે. તારીખ 3 જુલાઈને બુધવારે સવારે 08:00 કલાકથી આ બે દિવસીય કાર્યક્રમનો શુભારંભ થશે. જેમાં દેહ શુદ્ધિ, જલયાત્રા, મંડપ પ્રવેશ-પૂજન, અગ્નિ સ્થાપન, ગૃહ સ્થાપન, મંદિર વાસ્તુ, કુટીર હવન યજ્ઞ, આરતી, નગરયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. બીજા એટલેકે અષાઢી બીજનાદિવસે સ્થાપિત દેવ પૂજન, સ્થાપન પ્રયોગ, ધ્વજ પૂજન, કળશ ન્યાસ, નેજા રોપણ, કળશ સ્થાપન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, પ્રધાન હોમ, મૂર્તિ હોમ, સ્થાપિત દેવોનો યજ્ઞ અને પુર્ણાહુતી સહિતના કાર્યક્રમો યોજાશે. બન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જ્યારે તારીખ 2 જુલાઈ મંગળવારે રાત્રે 10:00 કલાકે ભજન આરાધક શ્રી રામદાસ બાપુ ગોંડલીયા, બેંજો વાદક ચંદુભાઈ ડાભી અને તેના સાજીંદાઓ સાથે ચોટીલાના ભગવતી સાઉન્ડના સથવારે ભવ્ય સંતવાણીની જમાવટ કરશે. આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આયોજકો તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text