- text
મોરબી જિલ્લામાં વધી રહેલા વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને રક્ષણ અપાવવાની તાકીદ કરતા ધારાસભ્ય બ્રિજેશ મેરજા
મોરબી : મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ વચ્ચે વ્યાજખોરની પ્રવર્તી રહેલી આણને નાથવા માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી એસ.પીને તાકીદ કરી છે.
પાછલા મહીનાઓથી મોરબીમાં ગુન્હાખોરીનો ગ્રાફ ઊંચો ગયો છે. નાગરિકો ભયના ઓથાર નીચે જીવે છે. ચોરી, છેડતી, હત્યા, મારામારી, લૂંટ, અપહરણ, દુષ્કર્મના બનાવો સહિત વ્યાજવટાવનો ગેરકાયદે ધંધો કરતા માથાભારે શખ્સોનો ત્રાસ જેવા ગુન્હાઓનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જે મોરબી જેવા ઔધીઓગિક શહેર માટે શરમજનક બાબત છે.
- text
લગભગ રોજ બનતા આવા બનાવોથી મોરબીવાસીઓ હતપ્રભ છે. ત્યારે ગેરકાયદે વ્યાજે રૂપિયાની ધીરધાર કરનાર માથાભારે શખ્સો દ્વારા જરૂરિયાતમંદો પાસે ઊંચું વ્યાજ લઈ દેણદાર મરવા મજબૂર બની જાય એ હદે ત્રાસ આપવામાં આવે છે. પાછલા મહિનાઓમાં આવા અસંખ્ય બનાવો સામે આવ્યા છે ત્યારે વ્યાજખોરોની ચુંગાલમાંથી છોડાવવા અન્ય શહેરોની જેમ મોરબીમાં પણ લોક દરબાર યોજી આવી ફરિયાદો કરવા લોકો સામે ચાલીને આવે અને એમને તુરંત ન્યાય મળે એવું આયોજન જરૂરી બન્યું છે. ઊંચા વ્યાજે રૂપિયાની ધીરધાર કરનાર વ્યક્તિઓ મોટે ભાગે માથાભારે અથવા વગ ધરાવનાર હોય છે. કાયદાને મુઠ્ઠીમાં રાખીને ફરતા હોવાનો તેમનો વહેમ કાઢવા માટે ફરિયાદ નિવારણ લોકદરબાર યોજી ભોગ બનનારને કાયદાકીય સૌરક્ષણ આપવાની ધારાસભ્ય મેરજાએ માંગ કરી છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text