- text
કેક કાપીને મીણબત્તી બુઝાવવાને બદલે દીપ પ્રગટાવીને યજ્ઞ કરીને બાળકોના જન્મદિનની સામુહિક ઉજવણી કરાઈ : બાળકોએ વૃક્ષારોપણ, ગૌમાતાઓને ઘાસચારો નાખવો અને દરરોજ માતાપિતાને વંદન કરવા સહિતના સંકલ્પ કર્યા
મોરબી : મોરબીની સરસ્વતી શિશુ મંદિર શાળા દ્વારા પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વચ્ચે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જળવવા માટે 33 બાળકોના જન્મદિનની ભારતીય સંસ્કૃતિની ઢબથી જ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કેક કાપીને મીણબત્તી બુઝાવવાને બદલે દીપ પ્રગટાવી પ્રકાશ ફેલાવવાની સાથે યજ્ઞ કરીને સામુહિક રીતે આ બાળકોના જન્મદિવસની ઉજવણી કરી હતી.આ તકે બાળકોએ વૃક્ષારોપણ, ગૌમાતાઓને ઘાસચારો નાખવો તથા માતાપિતાને વંદન કરવા સહિતના સંકલ્પ લીધા હતા.
- text
મોરબીની સરસ્વતી શિશુ મંદિર શાળા આજના પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વચ્ચે પણ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવામાં આર્દશ બની ગઈ છે. આ શાળામાં કોઈપણ પ્રસંગોની ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર જ ઉજવણી થાય છે અને આ રીતે ઉજવણી કરીને બાળકોમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા સંસ્કારોનું સિંચન કરાઈ છે. ત્યારે સરસ્વતી શિશુ મંદિર દ્વારા આખા મહિનામાં જેટલા બાળકોના જન્મદિવસ હોય તેના જન્મદિવસની મહિનાના છેલ્લા શનિવારે ઉજવણી કરવામાં આવે છે. જોકે પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર જન્મદિવસે કેક કાપીને મીણબત્તી ઓલવીને ઉજવણી થાય છે. પરંતુ આ શાળામાં ભારતીય સંસ્કૃતિ મુંબજ દીપ પ્રગટાવીને પ્રકાશ ફેલાવી જ જન્મદિવસ ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે સરસ્વતી શિશુ મંદિર શાળા દ્વારા 33 બાળકોની સામુહિક રીતે ભારતીય સંસ્કૃતિની પ્રણાલી મુજબ જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીપ પ્રગટાવીને યજ્ઞ કરવામાં આવ્યો હતો. બાદમાં બાળકોએ વૃક્ષો વાવવા, ગાય માતાઓને ઘાસચારો નાખવો, માતાપિતાને દરોજજ વંદના કરવી સહિતના સંકલ્પ લીધા હતા. આ રીતે શિશુ મંદિર શાળા બાળકોના જન્મદિવસની ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં પ્રેરણારૂપ બની છે.
- text