- text
મોરબી : આવનારા ચોમાસાને ધ્યાને લઇ લોકોમાં વૃક્ષારોપણ કરવાની જાગરૂકતા પાછલા વરસોની સરખામણીએ વધી છે. મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં દિનપ્રતિદિન સેંકડો વૃક્ષો વાવવાનું આભિયાન શરૂ થયું છે. ખાસ કરીને સીરામીક એકમો આ અંગે ખાસ રસ લઈ રહ્યા છે. ત્યારે વધુ એક સીરામીક યુનિટે આ દિશામાં સત્યુ પ્રયાસ કર્યો છે. નેશનલ હાઇવે 8-A, સાપર-ગાળા રોડ પર વાઘપર ગામ સ્થિત રોટો સીરામીક દ્વારા એમના પરિસરમાં આશરે 200 જેટલા વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. “જો તમે એક વૃક્ષ કાપો છો તો તમે એક જીવની હત્યા કરો છો”, “જો તમે એક વૃક્ષ બચાવો છો તો તમે એક જીવન બચાવો છો” અને ” જો તમે એક વૃક્ષ વાવો છો તો તમે એક જીવને જન્મ આપો છો” જેવા સૂત્રો સાથે રોપવામાં આવેલા આશરે આ 200 વૃક્ષ વાવવાના સ્વપ્નદ્રષ્ટા રોટો સીરામીકના ડાયરેકટર પ્રભુભાઈ ઘોડાસરાએ પોતાના કર્મચારીઓને વૃક્ષોના જતન અને માવજત અંગે જાગૃત કર્યા હતા.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text