- text
જૂની અદાવત બાબતે મામલો બીચકાયો : બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવી
મોરબી : માળીયા મિયાણાના સુલતાનપુર ગામે જૂની અદાવત મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બન્ને પક્ષના મળીને કુલ છ વ્યક્તિ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. બાદમાં બન્ને જૂથે સામસામી ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
માળિયાના સુલતાન પુર ગામે જૂની માથાકૂટ મામલે બે જૂથ હથિયારો સાથે આમને સામને આવી ગયા હતા અને બન્ને જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં એક જૂથના લાલજીભાઈ લાભુભાઈ કોળીએ તે જ ગામમાં રહેતા સુનિલભાઈ હકાભાઈ, અનિલભાઈ ચંદુભાઈ, વિનોદભાઈ ચંદુભાઈ, રાજેશભાઇ ચંદુભાઈ સામે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ જૂની માથાકૂટનો ખાર રાખી ફરિયાદી તથા તેની સાથેના વ્યક્તિઓ પર પાઇપ,ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામાપક્ષે વિનોદભાઈ ચંદુભાઈ દેગામાએ સામેના જૂથના લાલજીભાઈ લાભુભાઈ, નવધણભાઈ ગિરધરભાઈ, અનિલભાઈ હકાભાઈ, સુનિલભાઈ હકાભાઈ સામે માળીયા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ આ જ બાબતે ધોકા અને ટોમી સહિતના હથિયારોથી ફરિયાદી અને તેમની સાથેના વ્યક્તિઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
- text
આ બનાવ અંગે માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે, સુલતાનપુર ગામે બે જૂથ વચ્ચે કોઈ જૂની અદાવતમાં મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના મળીને કુલ છ વ્યક્તિને ઇજા થઇ છે. હાલ બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text