મોરબીમાં પહેલી વાર ઇન્ડિયા જવેલરી એક્ઝિબિશન 2019નું ભવ્ય આયોજન

- text


તારીખ 29-30 જૂન દરમ્યાન સ્કાય મોલમાં ચાલનારા બે દિવસીય એક્ઝિબીશનમાં સવારથી રાત સુધી ફ્રી એન્ટ્રી : INDIA JEWELLERY SHOW 2019 અંતર્ગત ભારતના ૧૦ સર્વશ્રેષ્ઠ જવેલર્સનું આભૂષણ કલેક્શન વિના મુલ્યે મોરબીવાસીઓને નિહાળવા મળશે

મોરબી : મહાનગરો સાથે કદમતાલ મિલાવતું મોરબી શહેર ફેશન અને કલા ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યું છે. બ્રાન્ડેડ ચીજ વસ્તુ જેમકે વસ્ત્રો, ફૂટવેર, ઓર્નામેન્ટ સહિત વિવિધ તમામ એસેસરીઝનો ક્રેઝ વધ્યો છે. મોરબીના લોકોનો ટેસ્ટ પણ ઊંચો બન્યો છે. મોરબી વાસીઓની લાઈફસ્ટાઈ પણ આધુનિક બની છે ત્યારે મોરબી શહેરમાં સહુ પ્રથમ વાર સોના તેમજ ડાયમન્ડના ઉચ્ચ ક્વોલિટીના બ્રાન્ડેડ આભૂષણોના એક્ઝિબિશન ઇન્ડિયા જવેલરી એક્ઝિબિશન 2019નું બે દિવસીય આયોજન થયું છે.

IJS એટલે કે INDIA JEWELLERY SHOW 2019 અંતર્ગત ભારતના ૧૦ સર્વશ્રેષ્ઠ જવેલર્સનું આભૂષણ કલેક્શન મોરબીવાસીઓને નિહાળવા મળશે. મોરબી વાસીઓએ કયારેય ન જોયુ હોય એવુ અદ્ભુત અને મનમોહક સોનાની જવેલરીનું કલેક્શન તેમજ ખાસ બ્રાઈડલ (દુલ્હા-દુલ્હન માટે) જ્વેલરી કલેક્શન મોરબી વાસીઓ અહીં 2 દિવસ સુધી જોઈ માણી શકશે.

જેમાં એ.કે.ઝવેરી, દાગીના જવેલર્સ, ગોલ્ડન જવેલ્ડ પ્રા. લી., જવેલ વર્લ્ડ, પંચરત્ન -અમદાવાદ, શ્રી પ્રયોશા જવેલર્સ, એસ.ઇન્દોરી જવેલર્સ, ઋષિ એચ.જવેલર્સ, એસ.એમ.આર જવેલ્સ પ્રા. લી., કે.આર સન્સ જેવી દેશની નામાંકિત જવેલરી કંપનીઓના સોના અને ડાયમંડના આભૂષણો જોવા મળશે. ખાસ કરીને હાલમાં રજવાડી આભૂષણોનો ક્રેઝ વધ્યો છે. ત્યારે દુલ્હા-દુલ્હન માટે ખાસ ડિઝાઇન કરેલા આભૂષણો જોઈ મોરબીવાસીઓ મંત્રમુગ્ધ થઈ જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી. તારીખ 29-30 જુન શનિવાર-રવિવારના રોજ શનાળા રોડ, સ્કાયમોલ સ્થિત બેંકવેટ હોલ ખાતે સવારે 11:00 થી રાત્રે 08:00 આયોજિત આ એક્ઝિબિશનમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

- text

મોરબીમાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ અલભ્ય આભુષણોના કલેક્શન સાથેના ઇન્ડિયા જવેલરી એક્ઝિબિશન 2019ની એકવાર જરૂરથી મુલાકાત લેવા તમામ મોરબીવાસીઓને આયોજકો તરફથી આ નિઃશુલ્ક એક્ઝિબિશન માણવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

 

- text