મોરબીમાં ઠેર ઠેર યોગ દિવસની ભવ્ય ઉજવણી

- text


મોરબી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આજની તારીખ એટલે કે 21મી જૂનના રોજ છેલ્લા 5 વર્ષોથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21મી જૂને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દિવસ હોવાનું માનવામાં આવે છે, આથી 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત તેમજ વિશ્વભરમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને યોગ કરે છે.

મોરબીમાં પણ આજે બધી સંસ્થાઓ દ્વારા ઉત્સાહપૂર્વક યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોરબીવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્વામિનારાયણ ગુરુકુળમાં યોગ દિવસ ઉજવાયો

મોરબી : મોરબીમાં શિક્ષણ સાથે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા સ્વામિનારાયણ ગુરુકુળના પટાંગણમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો અને બાળકો દ્વારા યોગમુદ્રા બનાવવામાં આવી હતી. આ તકે સંસ્થાના આચાર્ય અલ્પેશભાઈ ચારોલા અને ચેતનભાઈ વાઘડિયાએ યોગનું મહત્વ સમજાવીને યોગને જીવનમાં નિયમિત સ્થાન આપવા અપીલ કરી હતી.

ટંકારા : બંગાવડીના આંગણવાડી કેન્દ્રમાં યોગ દિવસની ઉજવણી

ટંકારા : ટંકારાના બંગાવડી ગામના આંગણવાડી કેન્દ્રમાં ગ્રામજનો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીની આદર્શ નિવાસી શાળામાં યોગ દિવસ ઉજવાયો

મોરબી : મોરબી સ્થિત આદર્શ નિવાસી શાળામાં આજ રોજ યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.

- text

મોરબી : બગથળાના નકલંક વિદ્યાલયમાં તાલુકા કક્ષાએ યોગ દિવસ ઉજવાયો

મોરબી : મોરબીના બગથળા ગામના નકલંક વિદ્યાલયના પટાંગણમાં તાલુકા કક્ષાએ યોગ દિવસ ઉજવાયો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી, ગોહિલ, સરકારી અધિકારીઓ, તાલુકા તેમજ ગ્રામ પંચાયતના હોદ્દેદારો, વર્તમાન તથા નિવૃત શિક્ષકો, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો અને બગથળાના ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પતંજલિ યોગ કેન્દ્રના યોગ શિક્ષક સંજયભાઈ રાજપરા, રાઘવજીભાઈ કાવરે માસ્ટર ટ્રેનર તરીકે સેવા આપી હતી.

પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા યોગ કરાયા

મોરબી : મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં સંસ્થાના પ્રાર્થના ખંડમાં 127 જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનો અને બાળકો દ્વારા યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા હતા. યોગાને પ્રચલિત બનાવવાનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રયાસ જન જન સુધી પહોંચે અને દરેક લોકો જીવનમાં યોગ અને પ્રાણાયામને અપનાવે એવી અપીલ આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

સુરજબારી પ્લાઝામાં યોગા ડે ઉજવાયો

મોરબી : મોરબીના સુરજબારી ટોલ પ્લાઝાના સ્ટાફગણ દ્વારા શાંતિ, સદભાવના અને પ્રગતિ માટે વિશ્વ યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text