મોરબીના રવાપર રોડની મહિલાઓ દ્વારા સફાઈ અભિયાનનો પ્રારંભ

- text


રિલાયન્સ નગરની સશક્ત મહિલા મંડળ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેનો સરાહનીય પ્રયાસ : દર શુકવારે સફાઈ અભિયાન ચાલવશે : તબીબો બાદ મહિલાઓએ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સફાઈ શરૂ કરતાં શહેરની સ્થિતિમાં સુધારો આવે તેવા ઉજળા સંકેત

મોરબી : મોરબીને સ્વચ્છ બનાવવા માટે તબીબો સહિત જાગૃત નાગરિકોએ ઝાડુ ઉઠાવીને સધન સફાઈ ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ પરની રિલાયન્સનગર સોસાયટીની મહિલાઓ પણ સ્વચ્છતા માટે પોતાના ઉત્તરદાયિત્વની જવાબદારી નિભાવવાની પહેલ કરી છે.આ સોસાયટીની સશક્ત મહિલા મંડળ ગ્રુપ દ્વારા આજથી તેમના વિસ્તારમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે અને મહિલાઓએ સ્ફહન સફાઈ કરીને અન્ય નગરીકીને પણ સ્વચ્છતા માટે ઝાડુ ઉઠાવવાનો મેસેજ આપ્યો છે.મોરબીના રવાપર રોડ ઉપર ક્રીમ એરિયો રિલાયન્સ નગર સોસાયટીની મહિલાઓ દ્વારા સમાજમાં પોતાના ઉતરદાયિત્વની જવાબદારી નિભાવવા માટે સશક્ત મહિલા મંડળ ગ્રુપ બનાવવામાં આવ્યું છે.જેમાં 100 જેટલી મહિલાઓ સમાજ જાગૃતિ માટે કામ કરે છે.ત્યારે આ મહિલાઓએ આજથી નિર્ણય કર્યો છે કે, દર શુક્રવારે એક કલાક સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.તે મુજબ આ મહિલાઓએ આજે પોતની સોસાયટી. રવાપર મેઈન રોડ સોસાયટીની આજુબાજુમાં સફાઈ અભિયાનની શરૂઆત કરી છે અને ત્યાં સઘન સફાઈ કરી છે.આ સફાઈ અભિયાન અંગે મહિલાઓએ જણાવ્યું હતું.કે હવેથી દર શુક્રવારે આજુબાજુના વિસ્તારમાં જઈને સફાઈ કરાશે. મહાત્મા ગાંધીજી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સફાઈ અભિયાન હાથ ધર્યું છે.તેથી તેમના સ્વચ્છતા અભિગમને સાર્થક કરવા માટે આ સફાઈ અભિયાન શરૂ કરાયું છે.

- text

વધુમાં મહિલાઓએ ઉમેયું હતું કે આપણા વિસ્તારથી સફાઈ અભિયાન શરૂ કરીશું તો શહેર સ્વચ્છ રહેશે.શહેર સ્વચ્છ રહેશે તો આપણો દેશ સ્વચ્છ રહેશે .આ ભાવના દરેકમાં વિકસે તે જરૂરી છે અને દરેક વ્યક્તિએ સ્વચ્છતામાં પોતાના નાગરિક તરીકેની કર્તવ્ય ભાવના દાખવે તો શહેર હમેશ માટે સ્વચ્છ રહેશે.જોકે આ સફાઈ કરીને કચરો ફેકતા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીએ તો તેમને ક્યારેક શરમ આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડી સનયથઈ પહેલા ડોક્ટરો સહિતના જાગૃત નાગરિકો સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે હવે પોશ વિસ્તારની મહિલાઓ પણ આગળ આવી છે.તેથી મોરબી હવે સ્વચ્છતા માટે સ્થિતિમાં સુધારો જોવા મળશે તેવી આશા બંધાઈ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text