મોરબીમાં દુકાનમાં બાળ મજુરી કરાવવા મામલે માલિક સામે ગુનો નોંધાયો

- text


મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર આવેલી પાનની દુકાનમાં શ્રમ વિભાગ દ્વારા ચેકિંગ દરમ્યાન એક બાળ મજુર મળી આવતા શ્રમ અધિકારીએ પાનની દુકાનના માલિક સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.બી ડિવિઝન પોલીસે પાનની દુકાનના માલિક સામે બાળ મજુરી કરાવ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના શ્રમ આયોગના મદદનીશ અધિકારી કુણાલ શાહે મોરબીના સામાકાંઠે આવેલ ગુ.હા.બોર્ડ પાસેના કમલા પાર્કમાં રહેતા અને મોરબી નજીક નેશનલ હાઇવે પર વિશાલ ફર્નિચર પાછળ આવેલ ઉમા પાન નામની દુકાન ધરાવતા ધરમશીભાઈ સનારીયા સામે બાળ મજુરી કરાવ્યાની મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ શ્રમ આયોગની ચકાસણી દરમ્યાન આરોપીની દુકાનમાંથી 14 વર્ષની નીચેનો એક બાળ મજુર મળી આવ્યો હતો.આથી આ દુકાન માલિકે 14 વર્ષથી નીચેના બાળક પાસે મજુરી કરાવતા હોવાનું ધ્યાને આવતા તેમણે આ અંગે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text