મોરબી સહિતના શહેરોમાંથી જીએસટી વિભાગે 6 વેપારીઓ પાસેથી રૂ. 1.48 કરોડનો વેરો વસુલ્યો

- text


બોગસ વેપારીઓ પાસેથી ખરીદેલા માલના ઇ- વે બીલના આધારે જીએસટી વિભાગે હાથ ધરી કાર્યવાહી

મોરબી : મોરબી સહિતના શહેરોમાંથી જીએસટી વિભાગે 6 વેપારીઓ પાસેથી રૂ. 1.48 કરોડનો વેરો વસુલ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બોગસ વેપારીઓ પાસેથી ખરીદેલા માલના ઇ- વે બીલના આધારે જીએસટી વિભાગે હાથ ધરેલી તપાસમાં આ કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આજે રાજકોટ, મોરબી, હળવદ અને ગાંધીધામમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બોગસ વેપારીઓ પાસેથી ખરીદવામાં આવેલા માલના ઇ-વે બીલના આધારે જીએસટી વિભાગે મોરબી સહિતના શહેરોમાં સિરામિક, પ્લાસ્ટિક અને લોખંડના વેપારીઓને ત્યાં જઈ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 6 વેપારીઓ પાસેથી 1.48 કરોડના વેરાની કરી વસૂલાત કરવામાં આવી છે.

- text

મળતી માહિતી પ્રમાણે બાલાજી મલ્ટીપ્લેક્સ પ્રા.લી. પાસેથી રૂ.1.16 કરોડ, બેજ સિરામિક પાસેથી રૂ. 3.78 લાખ, અલંકાર ટ્રેડીંગ પાસેથી 8.72 લાખ, એસ્ટોન સિરામિક પાસેથી રૂ.2 લાખ, દિગ્જામ ઈમ્પેક્ષ પાસેથી રૂ. 2 લાખ
અને આસ્થા ઈમ્પેક્ષ પાસેથી રૂ. 16 લાખની વેરા વસુલાત કરવામાં આવી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text