- text
મોરબીમાં ચાલતા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સેમિનાર યોજવામાં આવ્યો
મોરબી : મોરબીમાં આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબીમાં છેલ્લા બે મહિનાથી ચાલતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિર્મલ સ્કૂલમાં બાળકોને સ્વચ્છતા સાથે આરોગ્યના પાઠ જાણીતા ડોક્ટર મનીષભાઈ સનેરીયા દ્વારા ભણાવવામાં આવ્યા હતા.
મોરબીમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નિર્મલ સ્કૂલમાં સ્વચ્છતા અને આરોગ્ય બાબતે સેમિનાર યોજાયો હતો, જેમાં જાણીતા ડો. મનીષભાઈ સનેરિયાએ બાળકોને સ્વચ્છતા અને આરોગ્યનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું, કે જાપાનમાં નાના બાળકોને પ્રાથમિક સ્કૂલમાંવિજ્ઞાન, ઈતિહાસ, ગણિત, જીઓલોજી શિક્ષણ સાથે સ્વચ્છતા, ટ્રાફિક, આરોગ્યના પાઠ ભણાવવા આવે છે જે શિક્ષણનો જ એક ભાગ છે. જેમ આપણું ઘર સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ, તેમ શહેરને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી આપણી છે.
- text
તેઓએ વધુમાં જણાવ્યું હતું વિદ્યાર્થીઓના વાલિઓએ માવા ખાવા બંધ કરી દેવા જોઈએ અને જો ખાતા હોય તો માવાના કાગળ કચરાપેટીમાં જ નાખવા જોઈએ. શોપિંગ, કરિયાણું, દૂધની બોટલ કે શાકભાજી લેવા માટે કાગળની થેલી નો ઉપયોગ કરવો જેથી પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય.આ ઉપરાંત પોતાના આરોગ્ય માટે સ્કૂલે આવે ત્યારે સવારે નાસ્તો કરીને આવે, દાત કઈ રીતે સાફ કરી શકાય, હાથ કઈ રીતે ધોવા, કાન કઈ રીતે સાફ કરવા, દિવસ માં 7 થી 8 ગ્લાસ પાણીના પીવા જોઇયે, યોગા કરવા, મોબાઇલમાં ગેમ રમવાની જગ્યાએ આઉટડોર ગેમ, જેવી કે ક્રિકેટ, ટેનિસ ટેબલ, ખો ખો, કબડ્ડી રમવી જોઈએ, જેથી કરીને શારીરિક અને માનસિક વિકાસ થાય તેવું PPT પ્રેઝેન્ટશન ડો. ચિરાગ અઘારા અને ડો. મનીષ સનેરિયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીની કોઈ પણ સ્કૂલમાં આ કાર્યક્રમ ગોઠવવા માટે સ્વચ્છતા અભિયાનનો સંપર્ક કરવા જણાવાયું હતું.
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text