વાંકાનેરમાં જીવન સુગંધી બનાવવા માટે બે દિવસીય અનોખી શિબિર યોજાશે

- text


શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા શિબિરનું આયોજન કરાયું

વાંકાનેર : માણસ પાસે આજે અદ્ભુત વૈભવી સુખ સગવડો છે પણ માણસને મનની શાંતિ નથી. મનની વ્યાકુળતા માણસને હતાશાની ખીણમાં ધકેલી છે ત્યારે માનસિક સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક માર્ગ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. આથી વાંકાનેર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સંસ્થા દ્વારા જીવન કેવી રીતે સુગંધી બનાવવું તે અંગે બે દિવસની આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવાનો અનુરોધ કરાયો છે.

- text

વાંકાનેરના પ્રતાપ રોડ પર આવેલ દિગંબર મંદિર હોલ ખાતે આગામી તા.24 અને 25 જૂને રાત્રે 9 થી 10-30 વાગ્યા દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સંસ્થા દ્વારા જીવન સુગંધી બનાવવા માટેની આનોખી આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈના સમર્થ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા સ્વાધ્યાયકાર વાનપ્રસ્થ દક્ષાબેન શાહ પ્રસ્તુત સેશનનું સંચાલન કરશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લોકોનું જીવન સુગંધી બને. હાલમાં લોકો પાસે ભૌતિક સંપત્તિની કોઈ કમી નથી પણ લોકોને માનસિક બેચેની કોરી ખાય છે અંતે માણસ મનોરોગી બની જાય છે. જોકે જીવનમાં વિકાસ કરવો એ જ મુખ્ય લક્ષ્ય નથી પરંતુ માણસ પરમ શાંતિ મેળવે એ પણ જરૂરી છે. દરેક માણસ સફળતા મેળવવા માટે કપરી મહેનત સાથે આધ્યાત્મિક બને તો જીવનનું સંતુલન જળવાઈ રહે છે. જીવનનો સાચો ઉદ્દેશ સાર્થક થાય છે પણ માણસ વિકાસની આંધળી દોટમાં અધ્યાત્મ ભૂલી ગયો છે એટલે માનસિક અવસ્થતાથી પીડાય છે તેથી માણસ પરમ શાંતિ મેળવી શકે તે માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરની વધુ વિગતો મેળવવા માટે બિપિનભાઈ દોશી મો. નં. 94282 68357 ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text