મોરબીમાં મદની સરકાર ગ્રુપ દ્વારા વિધવા બહેનોના સંતાનોને શૈક્ષણિક કીટનું વિતરણ

- text


નવા શૈક્ષણિક સત્ર માટે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ

મોરબી : મોરબીમાં મદની સરકાર ગ્રુપ દ્વારા વિધવા બહેનોના આશરે 200 જેટલા સંતાનોને અભ્યાસમાં મદદરૂપ થવા માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક સત્ર માટે આર્થીક રીતે નબળા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે મદની સરકાર ગ્રુપ દ્વારા આ સરાહનીય પ્રયાસ કરાયો હતો.

શાળા -કોલેજોનું ઉનાળુ વેકેશન પૂરું થઈ રહ્યું છે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે નવા શૈક્ષણિક સત્રમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવામાં આર્થિક મુશ્કેલી ન પડે તે માટે તેમને મદદરૂપ થવાનો મોરબીના મદની સરકાર ગ્રુપ દ્વારા ઉમદા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આજે મદની સરકાર ગ્રુપ દ્વારા સિપાઈ મહોલ્લા, બજાર લાઇન મોરબી ખાતે વિધવા મહિલાના સંતાનોને સ્કૂલ કીટ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર વખતની જેમ આ વખતે પણ મદની સરકાર ગુપ દ્વારા આ કાર્યક્રમ યોજીને પ્રમુખ મુફ્તીપીર સૈયદ હાજીમહોમદ સીદીકમિયા હાજીમદનીમીયા બાપુ કાદરી સહિતના હસ્તે વિધવા બહેનોના 200 જેટલા દીકરા દીકરીઓને સ્કૂલના ચોપડા, દફતર, યુનિફોર્મ, લંચ બોક્સ સહિતની 13 વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ આ વિધાર્થીઓને કઠોર મહેનત કરીને શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ કરવાની શુભકામનાઓ આપવામાં આવી હતી.

- text

 

- text