- text
મોરબી : મોરબી એલસીબીએ બાતમીના આધારે માળીયા મિયાણા તાલુકાના વાધરવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે અન્ય બે શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા.
- text
આ બનાવની મોરબી એલસીબી પાસેથી મળતી વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ.જે.એમ.આલે જુગારની બદી નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી સ્ટાફના ભરતભાઇ મિયાત્રા અને જયવંતસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે એલસીબીએ માળીયાના વાધરવા ગામે જુગારની રેડ કરી હતી.જેમાં વાધરવા ગામે તળાવ પાસેના વડલાના છાયા નીચે તીનપતિનો જુગાર રમતા સુરવીરસિંહ દિલુભા જાડેજા, કૃષ્ણસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, ધીરુભાઈ રાણાભાઈ બાલાસરા, પ્રવીણભાઈ બેચરભાઈ ભોરણીયા, પ્રકાશભાઈ ગોરધનભાઇ બાવરવાને રૂ.68800ની રોકડ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આ જુગારની રેડ દરમ્યાન પોલીસને જોઈને આરોપી ગુણુભા કિરતસિંહ જાડેજા અને વિપુલભાઈ કાનાભાઈ કોળી નાસી છૂટ્યા હતા.પોલીસે કુલ સાતેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text