વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : દર વરસે 25 એપ્રિલના દિવસે વિશ્વભરમાં મેલેરિયા દિવસ અંતર્ગત મેલેરિયા અંગે જન જાગૃતિ હેતુ વિવિધ કાર્યક્રમો યોજાય છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં મેલેરિયાથી થતા મૃત્યુદરનો આંકડો વિકસિત દેશોની સરખામણીએ ખાસો ઊંચો છે. ત્યારે મેલેરિયા અંગે જન જાગૃતિની ખાસ જરૂરિયાત વર્તાય છે. આથી ભારત સરકાર દેશના તમામ વિસ્તારોમાં 25 એપ્રિલના દિવસે ખાસ કાર્યક્રમો યોજીને મેલેરિયા ફેલાતો અટકાવવાના પ્રયાસોમાં લોક ભાગીદારી ઈચ્છે છે.

મોરબી જિલ્લામાં તમામ તાલુકા સ્તરે મેલેરિયા દિવસ અંતર્ગત જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું. આ માટે પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમોના ઉપયોગ દ્વારા લોક સંપર્ક કરી લોક ભાગીદારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. દરેક તાલુકા મથકોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માઇક દ્વારા, સાયકલ રેલી દ્વારા, યોગના કાર્યક્રમો દ્વારા તેમજ પોસ્ટર, બેનર અને પ્લેકાર્ડ પર સૂત્રો લખી મેલેરિયા ફેલાતો અટકાવવા માટેના સલાહ સૂચનો તેમજ તકેદારીના પગલાં સહિતની માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 2022 સુધીમાં સરકારે મેલેરિયા મુક્ત ભારતનું લક્ષ્યાંક રાખ્યું છે. આ માટે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન પર પણ ખાસ ભાર મૂકી રહ્યું છે. મોરબી જિલ્લામાં યોજાઈ ગયેલ મેલેરિયા દિવસ હેઠળ જિલ્લાના આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા તથા જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. સી.એલ.વારેવડીયાના માર્ગદર્શન હેઠળ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓએ ખાસી જહેમત ઉઠાવી હતી. તેમજ આખા વર્ષ દરમ્યાન તમામ લોકો મેલેરિયા નાબુદી મિશનમાં તમામ તબક્કે સહકાર આપે એવી અપીલ પણ કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text