મોરબી : શ્રીમદ સત્સંગીજીવન પારાયણમાં કથાકારે પોલીસ અધિકારીની નિષ્ઠાને બિરદાવી

- text


મોરબી : મોરબીના રંગપર (બેલા) ગામે અમૃત રસપાન કરાવતી શ્રીમદ્ સત્સંગિજીવન સાપ્તાહિક પારાયણ કથામાં શ્રીજી સ્વામીજીઅે જ્ઞાન પીરસતા અેક પોલિસ અધિકારીને યાદ કરીને દ્રષ્ટાંત આપતા ભાવવિહોર થઈને કહ્યું કે ધર્મ શું છે..? અને ધર્મ કોને કહેવાય…? તેમ જણાવીને જાણીતા પોલીસ અધિકારીની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી.

- text

આ પોલિસ અધિકારી, વ્યક્તિ કે આત્મા બીજું કોઈ નહી પણ અેક ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્ર છે તેમણે મોરબી જીલ્લાનુ જ નહી પણ સમગ્ર રાજ્યમા મોરબીનું નામ રોશન કર્યું છે આવા ધર્મ અને કર્મનું આચરણ કરનાર ડીવાયઅેસપી કે.ટી. કામરીયાના ભરભેટ વખાણ કરતા અમદાવાદ હાથીજણ વિસ્તારના સ્વામીનારાયણ મંદિરના શ્રીજી સ્વામીજી વ્યાશપીઠ પરથી અમૃતપાન કરાવી રહ્યા છે. આ પહેલા અમદાવાદના હાથીજણ વિસ્તારના સ્વામીનારાયણ મંદિરમાં યોગશિબિરમાં શ્રીજી સ્વામીજીની મુલાકાત આ અધિકારી સાથે થતા જ તેમની કામગીરીથી અંજાય ગયા હતા ત્યારે આવા ભ્રષ્ટાચારીયુગમાં ધર્મ અને કર્મના રાહ પર ચાલતા અધિકારીની કામગીરીથી ખુશ થઈ પોતાના હસ્તે પાઘડી પહેરાવીને સન્માનિત પણ કર્યા હતા.

- text