- text
ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબોસ ટવેન્ટી – ટવેન્ટી મેચમાં સટ્ટાનું નેટવર્ક ઝડપી લેતી એલસીબી
મોરબી : ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલ બીગબોસ ટવેન્ટી – ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર મોરબીના હરિઓમ પાર્કમાં રનફેરનો જુગાર રમતા બે આરોપીઓને રોકડા રૂ.૧૫,૪૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.૨૫,૪૦૦ સાથે પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળી છે.
જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા મોરબી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસને જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સુચના આપતા એલ.સી.બી.ના પો.હેડ કોન્સ. સંજયભાઇ મૈયડને મળેલ હકીકત આધારે મોરબીના હરીઓમ પાર્ક પાસે જાહેરમાં ઓસ્ટ્રેલીયામાં રમાતી બીગબોસ ટી-૨૦ મેચનો મોબાઇલ ફોનમાં લાઇવ સ્કોર જોઇ ક્રીકેટ મેચ ઉપર રન ફેરનો જુગાર રમતા આરોપી (૧) દિપકભાઇ શાંતીલાલભાઇ એરણીયા, રહે.હરીઓમ પાર્ક મુળરહે.વાંકીયા તા.જી.મોરબી (ર) રાકેશભાઇ ગોવિંદભાઇ ધાંગધરીયા રહે.હરીઓમ પાર્ક
મુળ,રહે. ચંદ્રાસર તા.ધ્રાંગધ્રા વાળાને રોકડ રૂ. ૧૫,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ.૧૦,૦૦૦ તથા
રનના આંકડા લખેલ ડાયરી તથા બોલપેન વિગેરે મળી કુલ મુદામાલ કી.રૂ.૨૫ ૪૦૦ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
- text
આ ઉપરાંત એલસીબી ટીમે હાજર નહીં મળેલ આરોપી નંબર (૩) રાજેશ પટેલ રહે.દેવડીયા,તા. હળવદ અને (૪) અમજદ, રહે સરેન્દ્રનગર વાળાઓના નામ ખોલી કુલ ૪ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવા આવ્યો હતો.
- text