ટંકારાના સરાયા ગામમાં પવનચક્કી નાખવા સામે ભારે વિરોધ વંટોળ

- text


ગામનું ચરિયાણ છીનવી લેવાનો પ્રયાસ કરતા માલધારી સમાજ લાલઘૂમ : માલઢોર સાથે કલેકટર કચેરીમાં ધામા નાખવા ચીમકી

ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામમાં પવનચક્કીનો પ્રોજેક્ટ શરૂ કરવા હિલચાલ શરૂ થતા જ ગ્રામપંચાયત અને સમસ્ત ગ્રામજનો દ્વારા પવનચક્કીનો વિરોધ કરી આજરોજ મોરબી જીલ્લા માલધારી વિકાસ સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકે માલધારી સમાજ દ્વારા જો અહીં પવનચક્કી શરૂ થશે તો માલઢોર સાથે કલેકટર કચેરીમાં ધામ નાખવા ચીમકી ઉચ્ચારવામા આવતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે રેવન્યુ સર્વે નં. 212 પૈકી 1 પૈકી 1ની ખરાબાની જમીનમાં પવનચક્કી શરૂ કરવા હિલચાલ શરૂ થતા આજરોજ માલધારી સંગઠન દ્વારા સખત વિરોધ કરી પવનચક્કીને કારણે ગામમાં આંતરીક વિખવાદ ઉભો થાય તેમ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે હાલમાં સરાયા ગામમાં 2000 થી વધારે પશુ છે જે પશુઓ આ જમીન ઉપર ચરિયાણ કરે છે જો આ જમીન પવનચક્કી માટે ફાળવવામાં આવે તો પશુ ત્યાં ચરવા જઈ શકે નહી. જેના કારણે ગામના 200 પરીવાર પશુપાલન કરે છે. તેની આજીવિકા ઉપર અસર થશે. જેથી અમારા ગામમાં આવેલ તમામ ગૌચર ખરાબા ઉપર પવનચક્કી શરૂ કરવા સામે અમારો વાંધો છે.

- text

વધુમાં આ જમીન ફળદ્રુપ છે, તેમાં ધણા વૃક્ષો થયા છે. તથા તે વૃક્ષો ગામ તથા દેશ માટે ઉપયોગી છે, વૃક્ષો અને સારી જમીન હોવાના કારણે તથા જંગલી પશુ પક્ષીઓ પણ ત્યાં વસે છે. તેમના પર મોટીઅસર થશે ઉપરાંત પવનચક્કી ના અવાજ થી ધોંધાટ ઉત્પન થાય છે. જે માનવીના માનસ પર અસર પડે છે અને પવનચક્કીમાં કેટલા પક્ષીઓ પાંખીયામાં આવી જતા મૃત્યુ થાય છે જે ખુબ દુઃખની વાત છે આ પવનચક્કીનો ગ્રામજનો પંચાયત પણ વિરોધ કરે છે તથા પંચાયત લેખીત રજુઆત પણ કરેલ હોય ગામના કેટલાય ખેડુત ખાતેદારોની જમીનના રસ્તા કપાઈ જાય છે અને ખેતરના રસ્તા વગરના થઈ જાય તેમ હોવાથી આ ગંભીર બાબતે ગ્રામજનોનો વિરોધ હોવાનું જણાવ્યું હતું.

આ સંજોગોમાં જિલ્લા કલેક્ટરને કરવામાં આવેલ રજુઆતમાં મોરબી જીલ્લા માલધારી વિકાસ સંગઠન મોરબીના રમેશભાઈ લાધુભાઇ તથા રમેશભાઈ ઘોઘાભાઈએ ચીમકી ઉછરતા કહ્યું હતું કે જો પવનચક્કી અંગેના એગ્રીમેન્ટ રાડ નહીં થાય તો ના છૂટકે માલધારી સમાજ પોતાના માલઢોર સાથે કલેકટર કચેરી મોરબીમાં ધામાં નાખશે.

- text