મોરબીમાં ફક્ત ૧૦ દિવસમાં જ સંસ્કૃત શીખવાની તક

- text


સંસ્કૃત ભાષાનું શું મહત્વ છે ? અને ફક્ત ૧૦ દિવસમાં જ સંસ્કૃત શીખવાની તક…જુઓ વિશેષ ચર્ચામાં

મોરબી : દેવભાષા ગણાતી સંસ્કૃત ભાષા લુપ્ત થવાને આરે પહોચી ગઈ છે ત્યારે મોરબીમાં સંસ્કૃત ભાષાના પુનરૂથાન માટે કામ કરતી સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ભાષા શીખવા માંગતા જિજ્ઞાસુ લોકો માટે વિનામુલ્યે સસ્કૃતના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.૧ ડિસેમ્બર થી તા.૧૦ ડિસેમ્બર સુધી દરરોજ સવારે ૭ થી ૯, શનાળા શિશુ મંદીર, મોરબી અને રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી નવા બસ સ્ટેન્ડ સામે, શિશુ મંદિર, મોરબી ખાતે સંસ્કૃત સભાષણ શિબિર યોજાશે.

- text

આ દસ દિવસની સંસ્કૃત શીખવાની શિબિરમાં સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીના પ્રાધ્યાપક જીગરભાઈ ભટ્ટ પધ્ધતિસરનું સસ્કૃત વિષયનું જ્ઞાન આપશે. આ શિબિરની વધુ વિગત અને શિબિરમાં જોડાવા માટે કેન્દ્ર સંયોજક ઉષાબેન પંડયા 9714761725, નગર સંયોજક કિશોરભાઇ શુક્લ 9825741868, નગર સહ સંયોજક મયુરભાઈ શુક્લનો 9825633154 પર કોન્ટેક કરવા અનુરોધ કરાયો છે.

#morbiupdate
સંસ્કૃત ભારતી સંસ્થાના આગેવાનો સાથેની વિશેષ ચર્ચા જોવા માટે નીચેની વિડિઓ લિંક પર ક્લીક કરો…

- text