મોરબીના પંચાસર રોડના અધૂરા કામ મામલે રોષપૂર્ણ બંધ

- text


વેપારીઓ અને સ્થાનિક લોકોએ બંધ પાળી કલેક્ટરને આવેદન આપી રોડનું અધૂરું છોડી દેવાયેલું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી

મોરબી: મોરબીના પંચાસર રોડના મામલે વેપારીઓ અને સ્થાનિક લોકોએ ગઈકાલે રોષપૂર્ણ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને રેલી કાઢી કલેકટરને આવેદન આપી આ રોડની અધૂરું છોડી દેવાયેલા કામને કારણે ભોગવવી પડતી મુશ્કેલીઓનો ચિતાર આપી સ્થાનિકોની આ મુશ્કેલી દૂર કરવા પંચાસર રોડનું કામ ઝડપથી યોગ્ય રીતે કામ કરાવવાની માંગ કરી હતી.

મોરબીના પંચાસર રોડ પરના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આ ખરાબ રોડના પ્રશ્ને પોતાના વેપાર -રોજગાર બંધ રાખી ગઈકાલે જડબેસલાક બંધ પાળ્યો હતો. બાદમાં વેપારીઓ અને સ્થાનિક લોકોએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી કલેક્ટરને આવેદન આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,મોરબીના પંચાસર ગામને જોડતો રસ્તો જ્યાં વાહનોની સતત અવર જવર રહે છે. મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ રાજનગર થી પંચાસર ગામને જોડતો આ એકમાત્ર માર્ગ છે. આ રોડ છેલ્લા ઘણા વર્ષોથી સંપુર્ણ પણે નાશ પામ્યો છે.

- text

વધુમાં જણાવ્યું હતું કે, આ રોડનું કામ વિધાનસભાની ચૂંટણી સમયે જોરશોરથી શરૂ કરવામાં આવ્યું હતું . પરંતુ આ રોડનું કામ અધવચ્ચેથી છોડી દેવાતાં લોકોની મુશ્કેલીઓ બેવડાઈ રહી છે તે સમયે જેટલો રોડ બનાવ્યો હતો.તે પણ તૂટી ગયો છે . હાલ આ રોડની બહુ જ ખરાબ દુર્દશા છે. આ રોડ પર ભયંકર ધૂળ ઉડવાથી રોડ પર ઠેરઠેર ખાડાઓને કારણે વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે . તેથી આ ગંભીર સ્થિતિ ને દયાને લઈ વહેલી તકે આ રોડનું કામ ઝડપથી પૂરું કરવાની માંગ કરી છે.

- text