- text
મોરબી ટ્રાફિક પોલીસે માત્ર છ કલાકમાં આડેધડ પાર્ક કરનારા વાહનચાલકોને ૩૫ હજારનો દંડ કર્યો
મોરબી : મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસે ટ્રાફીક સમસ્યા નિવારવાના ભાગરૂપે માત્ર છ કલાકની કામગીરી મા ટ્રાફીક અડચણ રૂપ ૪૨ લક્ઝુરિયસ કાર સહિત કુલ મળી ૯૫ વાહન ચાલકોને રૂ. ૩૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમા ગણેશ ઉત્સવ અને રાંદલ સહીતના ધાર્મીક કાર્યક્રમોના આયોજને કારણે પ્રજાની મુર્ખાઈથી ટ્રાફીક સમસ્યા પણ વિકરાળ બની જાય છે, આડેધડ વાહન પાર્ક કરવા, રોંગ સાઈડમાં વાહનની અવરજવર સહિતના કારણોને લઈ ટ્રાફીક જામ થઇ રહ્યો છે,
પરંતુ આવા કિસ્સામાં મોટાભાગે વાહન માલિક જવાબદાર હોવા છતાં ભોગ પોલીસ બને છે પરંતુ પ્રજા જો પોતાની ફરજ સમજી યોગ્ય રીત વાહનો ચલાવે અને પાર્ક કરે તો આ સમસ્યા ઓછી જરૂર કરી શકાય છે.
- text
આજે જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની સુચનાથી ટ્રાફીક પીએસઆઇ પ્રદિપસિહ વાઘેલાની આગેવાનીમા સવારના 10 વાગ્યાથી બપોરના એક અને સાંજના 6 વાગ્યાથી નવ વાગ્યા સુધીમાં જ ટ્રાફીક ને નડતર રૂપ પાર્ક કરેલા અને ટ્રાફીક જામ કરતા ૯૫ વાહનચાલકોને ૩૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો આ સિવાય પાચ વાહનોને ડિટેઈન કરી અને મેમો પણ ફાડવામા આવ્યો હતો અને પીએસઆઈ વાઘેલાએ પણ પ્રજાને જો તમે કાયદેસર ટ્રાફીક નિયમોનું પાલન કરો તો પોલીસ પણ પોતાની કામગીરી કરી શકે અને પ્રજાનો સમય ન બગડે એવુ સમજાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમા ટ્રાફીક પીએસઆઈ પ્રદિપસિહ વાઘેલાએ બેરીકેટ મુકી ટ્રાફીક જામ ના થાય તેવા પ્રયાસ પણ કરવામા આવ્યા હતા, આ કામગીરીમા ટ્રાફીક પીએસઆઈ પી.આર. વાઘેલા, વનરાજસિંહ, દેવાયતભાઈ સહીતના પોલીસકર્મીઓએ છ કલાકની જહેમત ઉઠાવી હતી જો કે લકઝુરીયસ કાર ને પણ ઝપટે લેવાતા અમુક લોકોમા કચવાટ હતો, પરંતુ ટ્રાફીક પોલીસની આવી પ્રશંસનીય કામગીરી જોઈને પ્રજાએ પોલીસની આ કામગીરીના વખાણ કર્યા હતા.
- text