પાણીનો પોકાર : મોરબી જિ.પં.ની આમરણ અને બગથળા બેઠકના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ

- text


જિલ્લા પંચાયતના સભ્યોની કલેકટરને રજુઆત

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની આમરણ અને બગથળા બેઠક હેઠળના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જિલ્લા પંચાયતના સભ્યો નિર્મળાબેન ભીખુભાઇ મઠીયા અને અમુભાઈ રાણાભાઈ હૂંબલે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવાયું કે બગથળા બેઠકમાં સમાવેશ થતા બરવાળા, કાંતિપુર, કેરાળી, ખાનપર, ચાંચાપર, થોરાળા, કોયલી, રામગઢ, પંચાસર, માણેકવાડા અને બગથળા તેમજ આમરણ બેઠકમાં સમાવેશ થતા બેલા, રામપર, ડાયમંડનગર, ખરેચિયા, ફડસર, રાજપર, મોડપર, જીવાપર, ધૂળકોટ, જીંજુડા અને આમરણમાં ૩૫થી ૫૦ મિમિ જ વરસાદ નોંધાયો છે.

- text

બિનપીયતી વિસ્તારોમાં સિઝનનો કુલ ૧૦થી ૧૫ ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. જેથી આ વિસ્તારને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સર્વે હાથ ધરી ખેડૂતોના પાક વીમા ચુકવવામાં આવે તેમજ આ વિસ્તરોમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ છે.

- text