- text
જિલ્લા કલેક્ટર માકડીયા અને જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા તેમજ દરેક ધર્મની બાળાઓના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો : પ્રથમ દિવસે જ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો
યંગ ઇન્ડિયા ગ્રૂપનું મેનેજમેન્ટ સાથેનું અદ્વિતીય આયોજન : સુરક્ષા સાથે મનોરંજન આપવાની નેમ : મેળામાં ૧૧ રાઈડ્સ સાથે ૫૦થી વધુ સ્ટોલ્સ, સીસીટીવી કેમેરા, ફ્રી વાઇફાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ : તમામ લોકો માટે ફ્રી એન્ટ્રી
મોરબી : મોરબીવાસીઓને સાતમ આઠમના તહેવારોમાં મેળાની મોજ કરાવવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આયોજિત જાહેર લોક મેળો ક્રિષ્ના ઉત્સવ મેળો 2018નું આજે મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસવડા તેમજ દરેક ધર્મની બાળાઓના હસ્તે વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ મોરબીના લોકોને જન્માષ્ટમીના તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી..
મોરબીના કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ક્રિષ્ના ઉત્સવ મેળાનું આજે વિધિવત ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા અને મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના હસ્તે મેળાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ઉદ્દઘાટનમાં દરેક ધર્મની બાળાઓ પણ જોડાય હતી. તેમજ મોરબી પાલિકાના મહિલા સફાઈ કર્મચારીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન પ્રસંગે મોરબી નગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તેમજ જાણીતા યુવા પત્રકાર દિલીપ બરાસરા, તેમજ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેળાના ઉદ્દઘાટન પ્રસંગે મોરબી જિલ્લા કલેકટર માકડીયા અને જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘલાએ યંગ ઇન્ડિયા ગ્રુપની પ્રવૃત્તિ અને જાહેર લોકમેળાના સુંદર અને સલામત આયોજનની સરાહના કરી મોરબી જિલ્લાના લોકોને જન્માષ્ટમીના તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી. અને લોકમેળાના આનંદ મેળવી લોકોમાં ભાઈચારાની ભાવના વધે તેવી શુભેચ્છા આપી હતી.
- text
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ લોકમેળામાં લોકોની સુરક્ષા અને મનોરંજન બન્ને પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં તમામ લોકો મનોરંજન મળી શકે તે માટે દર વર્ષની જેમ મેળામાં તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. મોરબીવાસીઓના અતિ પ્રિય એવા ક્રિષ્ના ઉત્સવ મેળો લોકોને મેળાની મોજ કરાવવા સજ્જ થઇ ચૂક્યો છે. કંડલા બાયપાસ પર કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત આ મેળો તા. ૯ સુધી ચાલશે. મેળામાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સાથે અહીં આવતા લોકોને ભરપૂર મનોરંજન મળી રહે તેવુ અલભ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ક્રિષ્ના ઉત્સવ મેળામાં કુલ ૫૦ થી વધુ ખાણીપીણી અને અન્ય ચીજવસ્તુઓના સ્ટોલ્સ છે. સાથે ૧૧ જેવી આકર્ષક રાઈડ્સ પણ ઉપલબ્ધ છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોની સુરક્ષા અર્થે આ રાઈડ્સની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. ઉપરાંત મેળામાં ફ્રી વાઇફાઇની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
મેળામાં લોકોની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવમાં આવ્યું છે. મેળામા ૧૦ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ કન્ટ્રોલ રૂમમાંથી આખા મેળા પર કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવશે. તેમજ હાઇવે પર ૧૦ જેટલા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવામાં આવ્યા છે તેમજ મેળાની અંદરની સુરક્ષા વ્યવસ્થા માટે ૩૦ થી વધુ યંગ ઇન્ડિયા ગ્રૂપના સ્વયંમ સેવકો ખડેપગે રહેશે.
મેળામાં ફાયરબ્રિગેડને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. આ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. સાથે અહીં આવતા લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત ક્રિષ્ના ઉત્સવ મેળામાં તમામ લોકો મનોરંજન મળી શકે તે માટે દર વર્ષની જેમ મેળામાં તમામ લોકો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. મેળાના ઉદ્દઘાટનની સાથે જ આજે સાતમના પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
- text