મોરબીમાં બોળ ચોથની ઉજવણી : મહિલાઓએ ગૌ પૂજન કર્યું

- text


મોરબી : આજે શ્રાવણ વદ ૪ ને બોળ ચોથ નિમિતે ગાય પૂજનનો મહિમા હોવાથી મોરબીમાં બહેનો દ્વારા દરેક વિસ્તારમાં ગાયની પૂજા કરવામાં આવી હતી છે. સામાકાંઠે આવેલા મહાવીર નગરના ચોકમા નીલકંઠ , મહાવીર, પાવન પાર્ક,ઋષભનગર,શ્રીમદ્દ રાજ, મધુવન સોસાયટીની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગૌ પૂજા કરી હતી.

મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેએ શાસ્ત્રોક્ત મહિમા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાય મા રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે હિન્દુ સત્ય સનાતન ઋષિ પરંપરા મા ગાય ને માં નું બિરૂદ આપવામાં આવ્યું છે. ગાવો વિશ્વશ્ય માતર:વેદ,પુરાણ,શાસ્ત્રો,ઉપનિશદો , ધર્મ ગ્રંથોમાં ગાય નું મહત્વ દર્શાવ્યું છે. વૈજ્ઞાનીક દ્રષ્ટિ એ પણ ઘણું મહત્વ છે.ગાય ના દૂધ નો,ઘી નો ,માખણનો આગ્રહ રાખીશું ,તો ગાયો કપાતી બચશે અને ગાયો નું મહત્વ વધશે. ગાયોના આધારે તો મનુષ્ય નું જીવન ચાલે છે .ગાય ના દૂધ થી માનવ ની મતી તેજ બને છે. તંદુરસ્તી સારી રહે છે.

- text

- text