- text
નવા ફ્લેટનું કામ ચાલતું હોવાથી તેમાંથી નીકળતું વેસ્ટ પાલિકાના કર્મચારીઓને આપવાને બદલે સળગાવી દેવામાં આવતું હોવાની રાવ
મોરબી : મોરબીના આલાપ પાર્કમાં પાડોશીના નવા ફ્લેટનું કામ ચાલતું હોવાથી તેમાંથી નીકળેલ વેસ્ટ પાલિકાના કર્મચારીઓને બદલે તેને સળગાવીને પ્રદુષણ કરવામાં આવતું હોવાની એક જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી હતી. ઉપરાંત લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવીને પાલિકા અને પ્રદુષણ બોર્ડને પણ આ મામલે અરજી કરી આ પ્રકારે થતું પ્રદુષણ રોકવા માટેની માંગ ઉઠાવી છે.
મોરબીના આલાપ પાર્કમાં રહેતા જાકાસણીયા આશિષભાઈ થોભણભાઈએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી કે તેમના રહેણાંક વિસ્તારમાં નવા ફ્લેટ નું કામ ચાલુ હોવાથી ત્યાં એકત્ર થતો કચરો કાગળ , પ્લાયવુડ , લેમિનેટ , પ્લાસ્ટીક જેવી વસ્તુ સળગાવીને પ્રદુષણ કરતા લોકોને અવાર નવાર પ્રદુષણના કરવાનું કહેવાયું હતું. તેમ છતાં તેઓએ આ વાતને ગણકારતા નથી.
- text
જેના પગલે મોરબી જીલ્લા કલેકટર, મોરબી નગર પાલિકા અને ગુજરાત પોલીયુસન કંટ્રોલ બોર્ડને લેખિતમાં અરજી આપી છે. આશિષભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મોરબી નગર પાલિકાના લોકો કચરો લોવા ડોર ટુ ડોર દરરોજ આવે છે પણ આ લોકો છતાં કચરો સળગાવી અવાર નવાર પ્રદુષણ ફેલાવે છે જેથી ત્યાં રહેતા લોકો ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે અને બાળકને પણ આ પ્રદુષણ થી ભારે નુકસાન થાય છે. ઉપરાંત ખુબજ દુર્ગંધ આવતી હોય છે.
- text