- text
બક્ષીપંચ આગેવાનોએ પોસ્ટ કાર્ડ લખીને વડાપ્રધાન નારેન્દ્રમોદીનો આભાર માન્યો
મોરબી : તાજેતરમાં બક્ષીપંચના આયોગને કેન્દ્ર સરકાર દ્વારા બંધારણીય દરરજા સાથે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા ૫૦૦ કાર્ડ મોરબીથી મોકલવામાં આવ્યા છે.
ભાજપની કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને ઓ.બી.સી. આયોગને બંધારણીય દરજજા સાથે ઐતિહાસિક મંજુરી આપી છે. કેન્દ્ર સરકારના આ પગલાને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ આવકાર્યો છે. ઉપરાંત મોરબીના બક્ષીપંચ સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનવા માટે તેમને ૫૦૦ જેટલા પોસ્ટકાર્ડ મોકલ્યા છે.
- text
મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના જેઠાભાઇ મિયાત્રા, મહામંત્રી નિલેશભાઈ દેગામા, મહામંત્રી વાઘજીભાઈ દાંગ્રોચા અને પ્રભારી ધર્મેન્દ્રભાઈ ભગતે ભારત સરકારના આ નિર્ણયને આવકારતા જણાવેલ કે આ બંધારણીય આયોગથી સંવૈધાનીક સત્તા સાથે ઓ.બી.સી.માં આવતી તમામ જ્ઞાતીઓ ભારતદેશને વિકાસ પથ પર લઇ જવા સામેલ થશે જેથી અંત્યોદયથી રાષ્ટ્રોદયની વિકાસયાત્રા વધુ મજબુતાઇથી આગળ વધશે.
- text