- text
ખાનગી વાડાની જમીનમાં દબાણ કરી સાંસદસભ્ય અને અન્ય આગેવાનોને ખોટી રીતે બદનામ કરાતા હોવાનો આરોપ
ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે વસવાટ કરતા રબારી સમાજ દ્વારા અન્ય સમાજના ખાનગી વાડા દબાવી લઈ કોંગ્રેસ માલધારી સેલના નેજા હેઠળ ખોટી રજુઆત કરી સાંસદસભ્ય અને ગામના અન્ય આગેવાનોને બદનામ કરતા આજે લજાઈ ગામના ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને ધગધગતી રજુઆત કરવામાં આવી હતી.
લજાઈ ગામના ગ્રામજનોએ રજુઆતમાં જણાવ્યું હતું કે ગામની ખરાવાડ ની જમીન રાજાશાહીનાં સમયથી ખેડુત ખાતેદારોને ખરાવાડ આપવામાં આવેલ છે. જે હાલમાં દરબાર સમાજ, પાટીદાર સમાજ, મુમના સમાજ, વોરા સમાજ, ખવાસ સમાજ, ખોજા સમાજ બધા જ ખેડુત ખાતેદારોના કબ્જામાં છે હાલ ભોગવટો વાપરી રહયા છીએ જેના રાજાશાહી વખતના લેખ પણ ખેડુતો પાસે મોજુદ છે જે આધારો આપ સાહેબને તયા કોર્ટમાં રજુ પણ કરેલ છે.
વધુમાં હાલ સરકારના હેડે ચાલતી આ જમીન ખરેખર સરકારી ખરાબો નથી તે ખેડૂતોની ખરાવાડ છે જે સનાતન સત્ય છે.આપ સાહેબ ગામની મુલાકાત લઈ કોઈ અન્ય સમાજના બુજુર્ગોનો અભીપ્રાય લઈ સત્ય હકીકત જાણો પછી જ કોઇ નિર્ણય તો એવી અમારી માંગણી પણ ઉઠાવવામાં આવી હતી.
દરમિયાન રબારી સમાજ દ્રારા જે આવેદનો આપવામાં આવે છે. અને વારંવાર અરજીઓ કરવામાં આવે છે ઉપરાંત ખોટા કોર્ટમાં કેસ કરવામાં આવે છે, હકીકતે આ જમીનમાં રબારી સમાજનો કોઈ પણ હિસ્સો ન હોવા છતા તંત્રને અવળા માર્ગે દોરવાની પ્રવૃતિ કરવામાં આવે છે. રબારી સમાજને અગાઉ સ્વરાજ પછી સરકારે વાડા ફાળવેલ છે જે વાળા માં તેઓએ પોતાના વંશવારસો વધતા મકાન બનાવેલ છે અને હાલ ખેડુત સમાજના માલિકીના વાડામાં તેઓ ગેરકાયદેસર બાંધકામ કરી માલ ઢોર રાખી રહયા છે છતા આવા ખોટા વિવાદ કરે છે.
- text
રજુઆતમાં જણાવ્યા મુજબ રેવન્યુ સવેં નં.૪ માં જીણાભાઈ ક્લ્યાણજીભાઈ મસોતનો હાલ વાડો બોલે છે જે જમીન ઉપર રબારી સમાજે ગેરકાયદેસર દાદાગીરીથી બાંધકામ કરી કબજો કરેલ છે. અને રહી વાત બદનામ કરવાની તો રબારી સમાજ માલઘારી કોંગ્રેસ સેલ દ્રારા અપાયેલ આવેદનમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા અને પંકજભાઈ મસોતને રાજકીય રીતે ખોટી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આવા ખોટા આવેદનોથી ગામની શાંતિ અને સલામતીની ભંગ કરવાના પ્રયત્નો રબારી સમાજ દ્રારા થઈ રહયા છે. તો આ પ્રશ્નનો સત્વરે અને સત્યતાથી ઉકેલ આવે એવી ખેડુત સમાજ દ્વારા માંગણી ઉઠાવી આપની જ કચેરીનાં આંગણામાં પુજય બાપુની પ્રતિમા, અને નીચે લખાયેલ! સુંદર વાક્ય ‘સત્ય ને સાબિતીની જરૂર નથી’ તેમ જણાવી લખતા દુખ થાય છે. પણ એવું લાગે છે કે શું ગાંધીના ગુજરાતમાં સત્યતા મરી પરવારી છે ?
અંતમાં લજાઈ ગામમા પુનઃ શાંતિનું વાતાવરણ ઝડપથી બને અને ભાઇચારો વધે અને આ વિવાદ નો ઉકેલ ઝડપથી લાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા અંતમાં માંગણી ઉઠાવવામાં આવી હતી.
- text