અવસાન બાદ અંગદાન કરનાર મોરબીના સેવાભાવી પ્રૌઢને દિકરીઓએ અગ્નિસંસ્કાર આપ્યા

- text


દીકરા જેવી ત્રણ – ત્રણ દીકરીઓ ઉપરાંત બે દત્તક દીકરીઓએ પણ પિતાને આખરી વિદાય આપી સમાજને રાહ ચીંધ્યો

મોરબી : દીકરો – દીકરી એક સમાન નહિ પરંતુ દિકરથી પણ દીકરી સવાઈ હોવાની વાત આજે મોરબીની પટેલ કુટુંબની દિકરીઓએ સાબિત કરી છે, મોરબીમાં ઓફસેટ અને પેકેજીંગક્ષેત્રે નામના ધરાવતા એ.ડી.પટેલનું અવસાન થતાં આજે તેમની પુત્રીઓએ પિતાને દીકરા બની કાંધ આપી અંતિમ વિદાય આપી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે સેવાભાવી પ્રૌઢના અવસાન બાદ તેમના અંગોનું દાન કરી દેવાયું હતું.

મોરબીના શનાળા રોડ પર પટેલ નગરમાં રહેતા અને ઓફસેટ, પેકેજીંગ તથા સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા અવચરભાઈ પટેલનું આજે અવસાન થતાં તેમની ત્રણેય દિકરીઓએ અંતિમ વિદાય આપી હતી.

ઉલ્લેખનીય છે કે અવચરભાઈ પટેલને કેન્સરની બીમારી થઈ હતી છતાં તેઓ હિંમત હાર્યા વગર સતત સેવા કર્યો કરતા હતા અને કેન્સરની બીમારીમાંથી પણ બહાર આવી ગયા હતા પરંતુ તેઓને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું. સેવાભાવી અવચરભાઈના અવસાન બાદ તેમના અંગોનું દાન કરાયું હતું. તેમના અંગદાન ના કારણે અનેકના બુઝાતા જીવન ફરીથી ખીલી ઉઠશે.

- text

અવચરભાઈને સંતાનમાં ત્રણ પુત્રીઓ જ છે જેમાં મોટા પુત્રી ભારતીબેન શિક્ષક છે અને બીજા નંબરના પુત્રી વંદનાબેન ફેકટરી ઇન્સ્પેકટર છે જ્યારે આશાબેન મુંબઈ ડોકટર છે અને સેવાભાવી અવચરભાઈએ બે પુત્રીઓ દત્તક લઈ તમનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.

આજે સેવાભાવી અવચરભાઈનું અવસાન થતાં તેમના મૂળ ગામ લગધીરગઢ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી જેમાં દિકરીઓએ દીકરા બની પિતાને અંતિમ વિદાય આપી સમાજને નવો રાહ ચીંધ્યો હતો.

- text