મોરબી જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર એસ.બી.સતાણીની વય નિવૃત્તિ

- text


મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા મામલતદાર એસ.બી. સતાણી વયનિવૃત થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ તેમને ભાવભેર વિદાય આપી હતી.

છેલ્લા ૪૦ વર્ષથી લોકસેવક તરીકે કાર્યરત રહેનાર એસ.બી. સતાણી મોરબી અને માળીયા તાલુકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. બાદમાં તેઓને મામલતદાર તરીકેની બઢતી આપીને મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજમાં મુકવામાં આવ્યા હતા.

- text

એસ.બી. સતાણીએ તેમના મળતાવળા સ્વભાવ અને કામ પ્રત્યેની નિષ્ઠાથી ભારે લોકચાહના મેળવી છે. અરજદારો પ્રત્યેના તેમના સંવેદનશીલ સ્વભાવને કારણે તેઓ સરકારી કામોમાં હમેશા વેગ આપતા રહેતા હતા. તેઓ કોઈ પણ અરજદારને મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખતા હતા.

- text