મોરબીની શાકમાર્કેટમાં ઉભરાતી ગટરના પાણીનો પ્રશ્ન હાલ પૂરતો ઉકેલાયો

- text


ગટરની કુંડીઓમાંથી પ્લાસ્ટિકનો કચરો બહાર કઢાયો : ૧૫ દિવસમાં પ્રશ્નનું સંપુર્ણ નિરાકરણ લવાશે

મોરબી : મોરબીના શાકમાર્કેટમાં આવેલી ભૂગર્ભ ગટરો ઉભરાવાના કારણે રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહતા હતા. જેના કારણે હાલાકી પડતી હોવાના કારણે વેપારીઓએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી. રજૂઆતના પગલે પાલિકાએ ગટરની કુંડીઓમાં ફસાયેલો કચરો કાઢી લેતા પાણીનો નિકાલ થયો હતો.

મોરબી શાકમાર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી ઉભરાતી ગટરની સમસ્યાના કારણે રોડ પર ગંદા પાણીના થર જામ્યા હતા. ત્યારે આ બાબતે વેપારીઓએ પાલિકા તંત્રને રજુઆત કરી હતી. જેના પગલે પાલિકાએ શાક માર્કેટ વિસ્તારના લોહાણાપરામાં ભૂગર્ભની કુંડીઓની સફાઈ કામગીરી હાથ ધરી હતી. ગટરની કુંડીઓમાં ફસાયેલો પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢી લેવામાં આવતા પાણીનો નિકાલ થઈ ગયો હતો. કુંડીમાંથી ૧૦ ટ્રેકટર ભરાઈ તેટલો કચરો નીકળ્યો હતો.

- text

આ અંગે પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાએ કહ્યું કે શાકમાર્કેટમાં જેટલી ભૂગર્ભની કુંડીઓ છે. તેને ઢાંકી દેવામાં આવશે. પાણીનો જ્યા નિકાલ છે. ત્યાં લોખંડની જાળી નાખી દેવામાં આવશે. જેથી કચરો ફસાઈ નહિ. આજુબાજુના લોકોને અહીં કચરો ન નાખવા માટે સાવચેત કરાશે અને જરૂર પડ્યે દંડ પણ કરાશે. આ ગટરની સમસ્યાનો ૧૫ દિવસમાં યોગ્ય નિકાલ કરવામાં આવશે.

- text