મોરબીની કન્યા છાત્રાલય નજીક રોમિયાઓ બેફામ

- text


ધૂમ સ્ટાઈલથી બાઈક ચલાવી વિધાર્થીઓની પજવણી કરતા આવારા તત્વો સામે કાર્યવાહીની માંગ

મોરબી : મોરબી કન્યા છાત્રાલયમાં અસંખ્ય બાળાઓ ગામડેથી અને મોરબી શહેરમાંથી ભણવા માટે આવે છે. ત્યારે આ સમયે રોમિયાઓ બાઈક પર ધૂમ સ્ટાઈલથી આવીને પજવણી કરતા જોવા મળે છે. કોઈ દુર્ઘટના સર્જાઇ તે પૂર્વે જ પોલીસે અહીં પેટ્રોલિંગ ગોઠવી યોગ્ય કરવાની જરૂર છે. સાથે વાલીઓએ પણ જાગૃત થવાની જરૂર છે.

કન્યા છાત્રાલય નજીક સવારના સમયે ત્રણ ચાર બાઇક પર લફંગા યુવાનો ધુમ સ્ટાઇલ થી બાઇક ચલાવીને વિધાર્થીનીઓની પજવણી કરતા હોય છે. જયા સુધી છોકરીઓ સ્કુલમા જતી ન રહે ત્યાં સુધી રોમિયાઓ કોલેજ, સુપર માકેઁટ, નવા બસ સ્ટેન્ડ , જીઆઈડીસી થી કોલેજના ચક્કર લગાવતા હોય છે. આ વાત ઉડીને આંખે વળગે તેવી સ્પષ્ટ છે. ત્યારે પોલીસ તંત્ર પણ ફરિયાદ નોંધાવાની રાહ જોતું હોય તેવુ લાગી રહ્યું છે.

- text

પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને ધૂમબાઈક વાળા રોમિયાઓને પાઠ ભણાવવો જોઈએ તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ સાથે કોઈ અનિચ્છનિય બનાવ બને તે પૂર્વે દીકરીઓના વાલીઓને પણ જાગૃત થવાની જરૂર છે.

- text