મોરબીમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન દારૂની ૪૦ ખાલી બોટલો મળી!!

- text


એસપી કચરી નજીક રોડ પરથી મળેલી ૪૦ બોટલોએ કાયદાની પરિસ્થિતિની વાસ્તવિકતા રજૂ કરી

મોરબી : શહેરને સ્વચ્છ બનાવવાના સંકલ્પ અંતર્ગત પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા આજ રોજ સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન દારૂની ૪૦ ખાલી બોટલ મળી આવતા શહેરમાં કાયદાની સાચી પરિસ્થિતિ સામે આવી હતી.

મોરબીનું પંચમુખી હનુમાન ગ્રુપ શહેરને સ્વચ્છ બનાવવા માટે સક્રિય કામગીરી કરી રહ્યું છે. પંચમુખી હનુમાન ગ્રૂપના સભ્યોએ આજે સામાકાંઠે આવેલા વિદ્યુત સ્મશાન થી લઈને ઉમા ટાઉનશીપ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છતા અભિયાન દરમિયાન વિદ્યુત સ્મશાનથી ઉમા ટાઉનશીપ સુધીના માત્ર ૫૦૦ મીટર જેટલા રોડ પરથી દારૂની ૪૦ ખાલી બોટલો મળી આવી હતી.

- text

સ્વચ્છતા અભિયાન મળી આવેલી દારૂની ૪૦ ખાલી બોટલો શહેરમાં હાલ કાયદાની શુ પરિસ્થિતિ છે તેની વાસ્તવિકતા રજૂ કરી રહી છે. દારૂની ૪૦ બોટલો શહેરમાં દારૂબંધીની કડક અમલવારી કરવામાં તંત્ર નિષફળ ગયું હોવાની પ્રતિતિ કરાવે છે.

- text