દિવ્યંગતાને અવગણી સ્વૈચ્છિક રક્તદાન કરતા મોરબીના રાજપરના શિક્ષક

- text


મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષકનો એવોર્ડ પણ મેળવ્યો

ટંકારા : મન હોય તો માળવે જવાઇ ઉક્તિને મોરબીના રાજપર ગામના દિવ્યાંગ મદદનીશ શિક્ષકે સાર્થક કરી બતાવી છે અને દિવ્યાંગતાને નબળાઈ નહિ ગણી અનેકવિધ સેવા કાર્યમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે, તાજેતરમાં તેઓએ સ્વૈચ્છીક રક્તદાન શિબિરમાં ભાગ લઈ પ્રમાણપત્ર પણ મેળવ્યું હતું.

મોરબીની રાજપર તાલુકાશાળામાં મદદનીશ શિક્ષક તરીકે છેલ્લા એકત્રીસ વર્ષથી ફરજ બજાવતા દિવ્યાંગ કર્મચારી સામતભાઈ ઠુગા હર હમેશ સેવાકીય પ્રવૃત્તિ માટે જાગૃત રહે છે અને તાજેતરમાં સંસ્કાર બ્લડબેન્ક આયોજિત કેમ્પમાં રક્તદાન કરતા તેમને પ્રમાણપત્ર આપી બહુમાન કરાયું હતું.

- text

આ અગાઉ પણ સામતભાઈ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં નોંધપાત્ર કામગીરી કરી શિક્ષક તરીકે ઉમદા કામગીરી કરતા તેઓને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગ શિક્ષક તરીકે એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

- text