- text
અરજદારે શરૂ કરેલા ઉપવાસના ૧૮ દિવસ બાદ કલેકટરે ઘટતું કરવાની લેખિત ખાતરી આપી
મોરબી : ટંકારાના મોટા ખીજડીયા ગામે જમીન સાંથણીમાં મુકવા બાબતે એક અરજદાર છેલ્લા ૧૮ દિવસ થી પ્રતીક ઉપવાસ પર બેઠા હતા. અંતે ૧૮ દિવસ બાદ જિલ્લા કલેકટર દ્વારા આ અરજદારને તેઓની માંગ સંતોષવામાં આવશે તેવી લેખિત ખાતરી આપવામાં આવી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામની જમીન સાંથણીમાં મુકવાની માંગ સાથે અરજદાર વરણ નરસીભાઈ ભીખાભાઈએ ગત તા. ૬ થી પ્રતીક ઉપવાસ શરૂ કર્યા હતા. જેને પગલે ૧૮ દિવસ બાદ જિલ્લા કલેકટરે અરજદારને સંબોધીને એક પત્ર લખીને તેઓની માંગ સંતોષવાની લેખિત ખાતરી આપી છે.
- text
જિલ્લા કલેકટરે પત્રમાં જણાવ્યું કે આ બાબતે ડી.આઈ.એલ.આર, મોરબીને જમીન માપણી કરવા તથા ખેતીવાડી અધિકારીને જમીન પર ખેતી થઈ શકે તેમ છે કે નહીં તે અંગેનનો અહેવાલ આપવા તા. ૮ એ જ જણાવી દેવામાં આવ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા હકારાત્મક અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે જેથી ૩૦ દિવસ માં પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે.
- text