મોરબી:રાજપૂત સમાજના સ્ટડી સેન્ટર પર હુમલાના વિરોધમાં મુખ્યમંત્રીને આવેદન

- text


અમદાવાદની ઘટનાને મોરબીના રાજપૂત સમાજે વખોડી : ન્યાય નહિ મળે તો જલદ આંદોલન કરવાની ચીમકી

મોરબી: અમદાવાદના આંબાવાડી ખાતે આવેલા નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ-આઇપીએસ રાજપૂત સ્ટડી સેન્ટર પર અસામાજિક તત્વોએ આગજની તથા પથ્થરમારો કર્યો હતો. જે ઘટનાના વિરોધમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, મોરબી દ્વારા મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ આંબાવાડી ખાતે આવેલા નયનાબા મહેન્દ્રસિંહ જાડેજા આઈએએસ-આઇપીએસ રાજપૂત સ્ટડી સેન્ટર પર અસામાજિક તત્વોએ આગજની તથા પથ્થરમારો કરી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. ઉપરાંત જે વિદ્યાર્થીઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત મહેનત કરે છે. તેઓ પર હીન કક્ષાના આરોપો મૂકી ઇરાદા પૂર્વક તેમની કારકિર્દીને નુકશાન પહોંચાડવા માટે ખોટી ફરિયાદ કરવામાં આવી છે.

- text

વધુમાં જણાવાયું હતું કે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સામે દાખલ કરવામાં આવેલી ખોટી ફરિયાદ રદ કરવામાં આવે તેમજ કસુરવારો સામે યોગ્ય પગલાં લેવામાં આવે. આ બાબતે કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગુજરાતના રાજપુત સમાજના લોકો જલદ આંદોલન કરશે.

- text