મોરબીમાં વાવડી રોડ પર એક્ટિવામાં દારૂની ૪ બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ પર એક્ટિવામાં વિદેશી દારૂની ૪ બોટલ સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ પર કારિયા સોસાયટીના નાકે, લાતી પ્લોટ પાસે પોલીસે એકટીવા પર દારૂની ૪ બોટલ લઈ જઈ રહેલા જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોટા, નવધણ છનાભાઈ મૂંધવા અને ભગવનજીભાઈ ઉર્ફે હકો ટીડાભાઈ ટોટા ને પકડી પાડ્યા હતા. પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી કુલ રૂ.૨૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કતી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text