મોરબીના શનાળા ગામે ચાલતું બાંધકામ મંજૂરી વગરનું હોવાનો આરટીઆઈમાં ઘટસ્ફોટ

- text


મોરબી : મોરબીના શનાળા ગામે આવેલી જમીન પર ચાલતું બાંધકામની મંજૂરી છે કે નહીં તે અંગેની માહિતી એક જાગૃત નાગરીકે માહિતી અધિનિયમ હેઠળ માંગી હતી. જેથી ગ્રામ પંચાયતે ખુલાસો કર્યો છે કે આ બાંધકામને મંજૂરી આપવામાં આવી નથી.

- text

શકત શનાળા ગામે રહેતા જયસુખભાઈ રજનીકાંતભાઈ મિયાત્રાએ માહિતી અધિનિયમ હેઠળ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને અરજી કરી હતી. જેમાં શનાળા ગામે રાજાશાહી વખતના પ્લોટ નં.૯ અને ૧૦ની ગોકળદાસ પ્રગજીના જિન પાસે આવેલી જમીનમાં બાંધકામ ચાલુ છે. તેની પરવાનગી પંચાયત દ્વારા આપવામાં આવી છે કે કેમ તે અંગે માહિતી માંગી હતી. ગ્રામ પંચાયતે આ આરટીઆઇના ખુલાસામા આ બાંધકામને પંચાયત દ્વારા મંજૂરી આપવામાં ન આવી હોવાનું જણાવ્યું છે.

- text