મોરબી : પડતર પ્રશ્નોનું નિરાકરણ નહિ થાય તો પાલિકાને તાળાબંધી કરવાની કોંગી અગ્રણીઓની ચિમકી

- text


મોરબી પાલિકાના પટાંગણમાં પ્રજાના પ્રશ્નો મુદ્દે કોંગ્રેસના ધરણા

મોરબી : મોરબી શહેરના પાણી-લાઈટ, રોડ રસ્તા અને સફાઈ જેવા પાયાના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોય , પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

પાલિકાના પટાંગણમાં યોજાયેલા એક દિવસીય ઉપવાસ આંદોલનમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોર ચીખલીયા, કોંગ્રસ અગ્રણી મુકેશભાઈ ગામી, રમેશભાઈ રબારી તેમજ કોંગ્રેસના હોદેદારો અને પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.પાલિકા તંત્ર નાગરિકોને સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે તો કામોમાં પણ ભ્રષ્ટાચાર થયા હોય જેની માહિતી પાલિકા તંત્ર આપતું નથી. સરકારી યોજનાના રૂપિયા ક્યાં અને કેટલા વપરાયા તેની રાઈટ ટૂ એજ્યુકેશનમાં માહિતી આપતી ના હોય અને નગરજનો અસુવિધાથી ત્રાહિમામ પોકારી ગયા છે તેવા કોંગી અગ્રણીઓએ આક્ષેપો કર્યા હતા.

- text

વધુમાં કોંગી અગ્રણીઓએ જણાવ્યું કે પાલિકા તંત્ર જો પ્રશ્નોનો ઉકેલ નહિ લાવે તો આગામી દિવસોમાં પાલિકા કચેરીને તાળાબંધી કરવાની પણ કરવામાં આવશે.

 

- text