મોરબીની ઓરપેટ કંપનીમાં ભંગારમાં લાગી આગ

- text


મોરબી : મોરબી રાજકોટ હાઈ વે પર આવેલા ઓરપેટ કલોકના કારખાના પાછળના ભાગે ભંગારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.

આજરોજ સાંજે મોરબી રાજકોટ હાઇવે પર આવેલા જાણીતા અજંતા ઓરપેટ યુનિટના પાછળના ભાગે પડેલા ભંગારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગતા કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક કરતા ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે પાણી મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બુઝાઈ જતા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

- text