મોરબી : ટપક પદ્ધતિમાં ખેડૂતોને પડતી મુશ્કેલી મામલે કલેકટર તંત્રને રજુઆત

- text


જીજીઆરસી દ્વારા મનફાવે તેવા નિયમો અમલી કરતા ખેડૂતોમાં રોષ

મોરબી : મોરબી જિલ્લામાં ટપક પદ્ધતિથી ખેતી કરવા ઇચ્છતા ખેડૂતો પાસે જીજીઆરસી દ્વારા મનફાવે તેવા નિયમો અમલમાં મૂકી હેરાનગતિ કરવામાં આવતા આજે ખેડૂતો દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો.

મોરબીના ખેડૂતો દ્વારા અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે જીજીઆરસીના અધિકારીઓ તલાટી દ્વારા આપવામાં આવેલા ૭/૧૨, ૮-અ અને ૧૬ નંબરના નમૂના માન્ય રાખવામાં આવતા નથી.

- text

આ ઉપરાંત જીજીઆરસી દ્વારા ખેડૂતોની પ્રાઇવસી જોખમમાં મુકાય તે રીતે બેન્ક ખાતાના આવક જાવકના હિસાબો સહિતની વિગતો માંગવામાં આવતી હોય આવા જડ નિયમો બદલવા માંગ કરવામાં આવી હતી.

- text