- text
કચ્છ રાપરના બાળકનું મોરબીના ડો. મનિષ સનારીયા તથા ડો. હીતેશ પટેલે કર્યું સફળ ઓપરેશન
મોરબી : કચ્છના રાપર ગામના બાળકની અન્નનળીમાં રૂપિયા પાંચનો સિક્કો ફસાઈ જતા મોરબીના તબીબોએ આ બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કરી જિંદગી બચાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજ ના સમયે મૂળ કચ્છ રાપર ના વતની એવા સૂર્ય દીપ સિંહ ઈન્દ્રજીતસિંહ( ઉ.વ. ૮) નામનુ બાળક રમતા રમતા ૫ રૂ. નો સિક્કો ગળી ગયુ હતુ જે અન્નનળી મા ફસાઈ જતા બાળક નો જીવ જોખમ મા મુકાયો હતો. એવા સમયે તે બાળક ને મોરબી ની પ્રખ્યાત કાન નાક ગળા ની ઓમ હોસ્પીટલ મા લાવવા મા આવ્યુ હતુ. ત્યાં બાળકો ની હોસ્પીટલના ડો. મનિષ ભાઈ સનારીયા તેમજ એનેસ્થેટીક ડો. રૂપારેલીયા તથા ડો. હીતેશ ભાઈ પટેલ (ઈ.એન.ટી.) દ્વારા અત્યાધુનિક સાધનો ની મદદ થી એન્ડોસ્કોપી દ્વારા બાળક ની અન્નનળી મા ફસાયેલ સિક્કો દુર કરી બાળક નો જીવ બચાવતા પરિવારજનોએ રાહત નો શ્વાસ લીધો હતો.
- text
આજના આધુનિક સમયમા ડોક્ટરને ભગવાનનો દરજ્જો શા માટે આપવામા આવે છે તે બાબત આ કીસ્સા દ્વારા સ્પષ્ટ થાય છે. ડોક્ટર્સ ની સમય સુચકતા તેમજ કાર્ય કુશળતા ને કારણે એક હસતા રમતા ફૂલ નો જીવ બચી ગયો હતો.
- text