મોરબી : ધક્કાવાળી મેલડીમાંના મંદીર પાસે મોટર સાયકલે હડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ધક્કા વાળી મેલડીમાતાજીના મંદિર નજીક મોટર સાયકલ ચાલકે મહિલાને હડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતા ગુન્હો નોંધાયો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મંજુબેન ધીરૂભાઇ જંજવાડીયા જાતે કોળી ઉ.વ ૪૫ ધંધો ઘરકામ રહે- ફુલછાબ કોલોની શેરી.નં ૫ વીસીપરા વાળા તથા તેમના પતિ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે મોરબી ધક્કાવાળી મેલડીમાંના મંદીર નજીક એક મો.સા જેનો રજી નં GJ 36.A. 3155 વાળા ના ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરી. ના મો.સા ને પાછળથી ઠોકર મારી ફરીને શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજા કરી ભાગી જઇ ગુનો કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text