મોરબીમાં દિવ્યાંગો માટે ૨૯મીએ ફેશન શો તથા ટેલેન્ટ શો

- text


દિવ્યાંગોએ તૈયાર કરેલા ડિઝાઇન કલોથનું પ્રતિનિધિ દિવ્યાંગો રેમ્પ વોક વડે કરશે પ્રદર્શન : ટેલેન્ટ શોમાં દિવ્યાંગો વહીલચેર ડાન્સ સહિતની કૃતિઓ રજુ કરશે
મોરબી: રાજસ્થાનના ઉદયપુર સ્થિત નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા મોરબીના રવાપર રોડ પર આવેલા ઓમ પાર્ટી પ્લોટ ખાતે આગામી ૨૯ મીએ સાંજે ૭ કલાકે ફેશન શો અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ વહીલ ચેર , બૈસાખી, કેલીપર્સ અને આર્ટિફિશિયલ લીંબ એમ કુલ ચાર ભાગમાં રજુ કરાશે. આ જ પ્રકારના ફેશન શો અને ટેલેન્ટ શોનું સુરત ખાતે ગત માસમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોએ પોતાની પ્રતિભા દેખાડી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રાજસ્થાનના ઉદયપુર સ્થિત નારાયણ સેવા સંસ્થાન દ્વારા દિવ્યાંગોના ઓપરેશન કરાવવા ઉપરાંત તેમના માટે રોજગારીની તકોનું પણ સર્જન કરવામાં આવે છે.

સંસ્થાના સિલાઈ પ્રશિક્ષણ કેન્દ્રમાં તાલીમ લીધેલા દિવ્યાંગો દ્વારા ડિઝાઇન કલોથ તૈયાર કરવામાં આવ્યા છે. આ કલોથ પહેરીને દિવ્યાંગ પ્રતિનિધિઓ ફેશન શોમાં કેટ વોક કરશે. આ તકે યોજાનાર દિવ્યાંગ બાળકોના ડાન્સ અને ટેલેન્ટ શો પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આજ દિવસે સંસ્થાના સહયોગીઓનું સ્નેહ મિલન પણ યોજાશે.

- text

ફેશન શોમાં ફેશનના વિવિધ રાઉન્ડ યોજાશે. જેમાં ફેશન રાઉન્ડ વિથ કેલીપર, ફેશન રાઉન્ડ વિથ વિલચેર, ફેશન રાઉન્ડ વિથ ક્રેયેસ અને ફેશન રાઉન્ડ વિથ આર્ટિફિશિયલ લીંબ એમ ચાર શ્રેણીમાં પ્રસ્તુતિ કરાશે. દરેક શ્રેણીમાં દસ પ્રતિયોગીઓ હશે. દરેક પ્રતિયોગી સાથે વોક દરમિયાન એક સહાયક પણ રહેશે. કાર્યક્રમમાં દિવ્યાંગો વહીલચેર ડાન્સ પણ રજુ કરશે. આ ફેશન શોની વિશેષતા એ હશે કે દિવ્યાંગો જે ડિઝાઇન પરિધાન પહેરવાના છે તે દિવ્યાંગો દ્વારા જ સંસ્થાના પ્રશિક્ષણ વર્ગમાં તૈયાર થયેલા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શાખા અધ્યક્ષ જેન્તીભાઈ ઠુમમર, મોરબી શાખા અધ્યક્ષ ઘનશ્યામસિંહ ઝાલા, સુરેશભાઈ ગોહેલ, રાજકોટ પ્રભારી તરુણ નાગદા, અમદાવાદ પ્રભારી કૈલાશ ચૌધરી, બરોડા પ્રભારી જીતેશ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

 

- text