હળવદના ચરાડવા ગામે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે બાળલગ્ન અટકાવ્યા

- text


ચરાડવા ગામની દીકરીની ઉંમર ૧૬ વર્ષ અને ૪ મહિના હોવાથી લગ્ન અટકાવીને તેને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મુકાઈ

મોરબી:હળવદના ચરાડવા ગામે આજરોજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા. ચરાડવા ગામની દીકરીના લગ્ન ઇસનપુર ગામના યુવાન સાથે નિર્ધારિત કરાયા હતા. જેમાં દીકરીની ઉંમર ૧૬ વર્ષને ૪ મહીના માલુમ પડતા આ લગ્નને અટકાવામાં આવ્યા હતા

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આજરોજ હરીજન વાસ, ચરાડવા ગામે, હળવદ તાલુકા ખાતે, એક બાળલગ્ન થવાના હોવાની ફરીયાદ ના આધારે સમાજ સુરક્ષા ટીમ મોરબી દ્વારા તપાસ કરતા ચરાડવા ગામે હરીજન વાસ મા રહેતી દિકરીના લગ્ન ઈસનપુર, હળવદ ખાતેના યુવાન સાથે આવતીકાલે હોય, જે સમાજ સુરક્ષા ટીમ મોરબી દ્વારા દસ્તાવેજો તપાસ કરતા દિકરીની ઉમર ૧૬ વર્ષ અને ૪ મહીના માલુમ પડતા, સમાજ સુરક્ષા ટીમ મોરબી ના પ્રોબેશન ઓફીસર સુનિલ વી. રાઠોડ દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ હેઠળ આ લગ્ન, બાળલગ્ન હોય તેની જાણ દિકરીના વાલી તેના સગા સંબંધી તેમજ ગામના લોકો ને આપી હતી.

- text

સમાજ સુરક્ષા વિભાગે બાળ લગ્ન ના ગુનાની ગંભિરતા વિશે પણ દરેક લોકો ને માહીતગાર કરેલ, ઉપરાંત દિકરીને હાલ તેના વાલી પાસે રાખવાથી બાળ લગ્ન થવાની ભિતી હોય, જેથી ટીમ ના અન્ય સભ્યો સાથે લઈ દિકરી ને રેસ્કુય કરી સમાજ સુરક્ષા ખાતુ સંચાલિત વિકાસ વિદ્યાલય મોરબી (ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ) મા મુકવામા આવેલ છે, આ બાળલગ્ન અટકાવવા મા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વી. ઝાલા ની આગેવાની મા સમાજ સુરક્ષા ટીમ મોરબી ના એસ.વી.રાઠોડ (પી.ઓ), બાળ સુરક્ષા એકમ ની ટીમ ના વિપુલભાઈ શેરેશીયા, સમીરભાઈ લધડ, રંજનબેન મકવાણા, ઈશિતાબેન સોલંકી, વિશાલભાઈ રાઠોડ, દ્વારા આ કાર્ય પાર પાડવા મા આવેલ. મોરબી જિલ્લા સમાજ સુરક્ષા ટીમ દ્વારા છેલ્લા બે માસ મા ૧૦ બાળલગ્ન અટકાવવા મા આવેલ છે.

- text