- text
સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બંને મહાનુભાવોના પરિવારજનોના હસ્તે પ્રતિમાનું અનાવરણ કરાયું
ટંકારા : ટંકારામાં સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પાટીદાર સમાજના શિક્ષણવીદ અને જાણીતા કેળવણીકાર સ્વ. આર.ઓ.પટેલ તથા સ્વ.જયરામભાઈ એ.પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા ખાતે સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે આજે સમૂહલગ્નનું આયોજન કરાયું છે જેમાં સમાજની ૪૬ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે.
- text
દરમિયાન આ શુભ પ્રસંગે આજે સમાજના મોભી અને જાણીતા કેળવણીકાર તથા શિક્ષણવીદ ઓ.આર.પટેલ તેમજ જયરામભાઈ એ. પટેલની વિશાળ કદની પ્રતિમાનું બંને મહાનુભવોના પરિવારજનોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
- text