- text
સ્વયમ સૈનિક દળ આયોજિત રેલીમાં ૫૦૦ લોકો ૨૦૦ બાઈક સાથે જોડાશે
મોરબી : મોરબીના સ્વયમ સૈનિક દળ દ્વારા આવતીકાલે ગુરુવારે આસિફા રેપ કેસ તથા સ્ત્રીઓ પર વધતા જતા અત્યાચારના વિરોધમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ૫૦૦ થી વધુ વ્યક્તિઓ ૨૦૦ બાઈક સાથે જોડાશે.
તાજેતરમાં કાશ્મીરના કઠુઆમા આસિફા નામની બાળકી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ઉપરાંત દરરોજ અનેક સ્ત્રીઓ પર અત્યાચાર થતા હોવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સ્વયમ સૈનિક દળ દ્વારા સ્ત્રીઓ પર થતા અત્યાચારના વિરોધમાં કાલે રેલી યોજવામાં આવનાર છે.
- text
રેલીમાં ૫૦૦ વ્યક્તિઓ ૨૦૦ બાઈક સાથે જોડાઈને સ્ત્રીઓ પર થતા અત્યાચારનો વિરોધ નોંધાવશે. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, ગાંધી ચોકથી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવશે. બાદમાં શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને કલેક્ટર કચેરી, સોઓરડી ખાતે રેલી વિરામ પામશે. તેમ વિક્રમ ડુંગરભાઈની યાદીમાં જણાવાયું છે.
- text