- text
મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં રહેણાંક મકાન માંથી પોલીસે રૂ. ૭૭,૨૨૫ની કિંમતના ૬૬ બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સનેપકડી પડ્યો છે. હાલ પોલીસે મકાન માલિકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસ ને મળેલી બાતમીના આધારે મંજુરહુસન અબ્દુલભાઇ માંડકિયા રહે. મહેન્દ્રપરાના ભોગવટાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૬૬ બોટલ કિંમત રૂ. ૭૭૨૨૫ સાથે મકબુલ હુસેનભાઈ રાઠોડ રહે. સિપાઈવાસ વાળાને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત સ્થળ પર મળી ન આવેલ મંજૂરહુસેન અબ્દુલભાઇ માંકડિયા ને પકડી પાડવાની તજવીજ હાથ ધરી છે.
- text
- text