- text
મોરબી : મોરબીના માધાપર ઝાંપા નજીક ૧૪ વર્ષ પૂર્વ મહિલાને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં અદાલતે બે મહિલાઓને છ માસની સજા અને રૂપિયા ૫૦૦ – ૫૦૦ દંડ ફટકાર્યો હતો.
આ કેસની વિગતો જોઈએ તો વર્ષ ૨૦૧૪ માં મોરબીના માધાપર ઝાંપા નજીક શાક લેવા ગયેલા અમૃતબેન ઇશ્વરલાલ રાઠોડને નથીબેન ગોકળભાઈ તથા વિજુબેન રતિલાલ કોળીએ તારો પુત્ર અમારા વિરુદ્ધ ફરિયાદ કરે છે કહી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
- text
આ પ્રકરણમાં ફરિયાદી અમૃતબેને મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીના એ.એચ.દવે સાહેબની કોર્ટમાં ચાલી જતા આઇપીસી કલમ ૩૨૩ અને ૧૧૪ મુજબ કેસ સાબિત માની આરોપી બન્ને મહિલાઓને છ માસની સજા અને રૂ. ૫૦૦ – ૫૦૦ નો દંડ ફટકાર્યો હતો, આ કેસમાં સરકાર પક્ષે વકીલ આર.એ.ગોરી રોકાયેલ હતા.
- text